Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ધ્રોલમાં 100 રૂપિયા ઉઘરાવવાના વાયરલ વીડિયો બાદ VCE મંડળનો ઉગ્ર રોષ! 'સરકાર વળતર નહીં આપે ત્યાં સુધી કામગીરી ઠપ્પ'

Jamnagar : ધ્રોલ તાલુકામાં વીસીઈ (VCE) દ્વારા ફોર્મ ભરવા પેટે 100 રૂપિયા માંગવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો છે, જેના પ્રત્યાઘાત રૂપે ધ્રોલના તમામ VCE મિત્રોએ એકત્ર થઈ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને આવેદન પત્ર પાઠવી પોતાની વ્યથા ઠાલવી છે.
Advertisement
  • જામનગરના સોયલમાં VCEના વાયરલ વીડિયો બાદ વિવાદ
  • VCE 100 રૂપિયા પ્રતિ ફૉર્મ માગતા હોવાનો વીડિયો વાયરલ
  • ધ્રોલ તાલુકાના VCE એકત્ર થઈ TDOને આપ્યું આવેદન પત્ર
  • સર્વર ડાઉનની ફરિયાદો છતાં નિરાકરણ નથી આવતું: VCE
  • કામગીરીમાં પહોંચી ન વળતા અમે ભાડેથી ઓપરેટર રાખ્યા: VCE
  • ખેડૂત અરજીથી વંચિત ન રહે તે માટે ભાડેથી ઓપરેટર રાખ્યા: VCE
  • ઓપરેટરોનું વેતન ચૂકવવા ખેડૂતો પાસે નજીવું કમિશન લીધું: VCE
  • "વાયરલ વીડિયો બાદ તમામ VCE મંડળો કામગીરીથી અળગા રહેશે"
  • "સરકાર યોગ્ય વળતર ન આપે ત્યાં સુધી કામગીરીથી અળગા રહીશું"

Jamnagar : ધ્રોલ તાલુકામાં વીસીઈ (VCE) દ્વારા ફોર્મ ભરવા પેટે 100 રૂપિયા માંગવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો છે, જેના પ્રત્યાઘાત રૂપે ધ્રોલના તમામ VCE મિત્રોએ એકત્ર થઈ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને આવેદન પત્ર પાઠવી પોતાની વ્યથા ઠાલવી છે.

ખેડૂત અરજીથી વંચિત ન રહે તે માટે ભાડેથી ઓપરેટર રાખ્યા: VCE

VCE એસોસિએશને બચાવમાં સ્પષ્ટતા કરી છે કે સરકારી સર્વર વારંવાર ડાઉન રહેતું હોવા છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી, આથી ખેડૂતો સરકારી યોજનાના લાભથી વંચિત ન રહી જાય અને સમયસર કામ પૂર્ણ થાય તે હેતુથી તેમણે બહારથી ભાડે ઓપરેટરો રાખ્યા હતા. આ પ્રાઈવેટ ઓપરેટરોનું વેતન ચૂકવવા માટે જ ખેડૂતો પાસેથી આ નજીવું કમિશન લેવામાં આવ્યું હતું. જોકે, હવે આ મુદ્દે વિવાદ થતા અને વીડિયો વાયરલ થતા રોષે ભરાયેલા VCE મંડળોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી સરકાર દ્વારા તેમને યોગ્ય વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તમામ પ્રકારની સરકારી કામગીરીથી અળગા રહેશે.

Advertisement

આ પણ વાંચો :   44,000નો ચેક આપો 22,000 કેશ લઈ જાઓ! Jamnagar ના ઉપસરપંચે કૃષિ સહાયની ખુલ્લી લૂંટ શરૂ કરી

Advertisement

Tags :
Advertisement

.

×