Jamnagar : જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક, તંત્રના આખ આડા કાન
જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનોનો આતંક વધતો જઈ રહ્યો છે. જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Advertisement
- જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક
- હોસ્પિટલની લોબીમાં શ્વાનના આટાફેરા
- મોટી સંખ્યામાં હોસ્પિટલમાં શ્વાનનો આતંક
- અનેકવાર રજૂઆત છતા શ્વાનનો કોઈ નિકાલ નહીં
- એક નહીં અવાર નવાર હોસ્પિટલમાં જોવા મળે છે શ્વાન
The terror of stray dogs : જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનોનો આતંક વધતો જઈ રહ્યો છે. જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલની લોબી અને ગેલેરીઓમાં આ શ્વાનોના આટાફેરા થતા જોવા મળે છે, જેનાથી રોગચાળાનો ભયની સાથે પરેશાનીઓ ઊભી થઈ રહી છે. આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. હોસ્પિટલના પ્રાંગણમાં શ્વાનોની મોટી સંખ્યા ત્રાસ મચાવી રહી છે, અને એક નહીં પણ અવાર-નવાર આવા દ્રશ્યો જોવા મળે છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી દર્દીઓ અને તેમના પરિવારજનોની માંગ છે.
Advertisement
Advertisement


