જયલલિતાની પાર્ટીમાં બબાલ: પનીરસેલ્વમ પર બોટલો ફેંકાઇ, પૂર્વ ડેપ્યુટી સીએમ બેઠકમાંથી ભાગ્યા
એક તરફ સમગ્ર દેશમાં મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયેલું છે.બળવાખોર શિંદે અને સી.એમ ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો રાજનૈતિક વિવાદનો હજુ કોઇ ઉકેલ આવ્યોનથી ત્યાં દક્ષિણના સૌથી મજબૂત ગણાતી પાર્ટીમાં પણ વિવાદો સામે આવી રહ્યો છે. છેલ્લાં કેટલાક સમયથી પાર્ટી નેતૃત્વને લઈને AIADMK નેતાઓ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. પન્નીરસેલ્વમની શિબિર ઈચ્છે છે કે પક્ષમાં બેવડા નેતૃત્વ માળખું ચાલુ રહે જ્યારે પલાની સ
Advertisement
એક તરફ સમગ્ર દેશમાં મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયેલું છે.બળવાખોર શિંદે અને સી.એમ ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો રાજનૈતિક વિવાદનો હજુ કોઇ ઉકેલ આવ્યોનથી ત્યાં દક્ષિણના સૌથી મજબૂત ગણાતી પાર્ટીમાં પણ વિવાદો સામે આવી રહ્યો છે. છેલ્લાં કેટલાક સમયથી પાર્ટી નેતૃત્વને લઈને AIADMK નેતાઓ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. પન્નીરસેલ્વમની શિબિર ઈચ્છે છે કે પક્ષમાં બેવડા નેતૃત્વ માળખું ચાલુ રહે જ્યારે પલાની સ્વામીની છાવણી તેની વિરુદ્ધ છે.
જયલલિતાની પાર્ટી AIADMKમાં ઉથલપાથલ
તમિલનાડુમાં જયલલિતાની પાર્ટી AIADMKમાં ઉથલપાથલ ચાલી રહી છે. આજે પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠકમાં AIADMKના સંયોજક અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી પનીરસેલ્વમ પર છુટ્ટી પાણીની બોટલો ફેંકવામાં આવી હતી. આ બેઠક ચેન્નાઈના વનારામમાં શ્રીવારુ વેંકટચલપથી પેલેસમાં થઈ હતી. સભામાં હંગામો જોઈ પનીરસેલ્વમ તેમના સમર્થકો સાથે ત્યાંથી ભાગી ગયા હતા. કાઉન્સિલની બેઠકમાં, સભ્યો પક્ષના એક જ નેતૃત્વની માંગ પર અડગ રહ્યાં અને પનીરસેલ્વમના હરીફ અને સંયુક્ત કન્વીનર કે પલાનીસ્વામીએ પક્ષ લીધા પછી હંગામો વધ્યો. જે બાદ પનીરસેલ્વમ મીટિંગ છોડીને વોકઆઉટ કરી ગયા હતા. સાથે જ જનરલ કાઉન્સિલે અન્ય દરખાસ્તોને ફગાવી દીધી હતી.
AIADMKમાં શું વિવાદ ચાલી રહ્યો છે?
વાસ્તવમાં AIADMKમાં નેતૃત્વને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં પાર્ટીમાં બે કેમ્પ બની ગયાં છે જેમાં એક પનીરસેલ્વમનો અને બીજો પલાનીસ્વામીનો છે. પલાનીસ્વામી કેમ્પ એક નેતૃત્વની માંગ કરી રહ્યું છે, પરંતુ પનીરસેલ્વમનું જૂથ પીછેહઠ કરી રહ્યું છે. પનીરસેલ્વમ અને તેમના સમર્થકો ઈચ્છે છે કે પક્ષમાં બેવડાં નેતૃત્વ માળખું ચાલુ રહે.
સભાની વચ્ચે જ હંગામો શરૂ થયો
પાર્ટીના આ તમામ આંતરિક મુદ્દાઓને લઈને આજે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં અનેક દરખાસ્તો પર ચર્ચા થવાની હતી. એક જ નેતૃત્વની દરખાસ્ત પણ જેવી ચર્ચા ચાલુ થઇ ત્યાં, પરંતુ ચાલુ મીટીંગમાં જ હંગામો થયો અને વાત એટલી હદે વધી ગઈ કે પનીરસેલ્વમ પર પાણીની બોટલો ફેંકવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાઉન્સિલની આગામી બેઠક હવે 11 જુલાઈ, 2022ના રોજ યોજાશે.
Advertisement


