ઝારખંડે પહેલી ઇનિંગમાં 880 રન બનાવી રચ્યો ઈતિહાસ, મેચમાં બન્યા ઘણા રેકોર્ડ
ઝારખંડના બેટ્સમેનોએ સોમવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે નાગાલેન્ડ સામેની રણજી ટ્રોફી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 880 રન બનાવ્યા છે અને ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ચોથી સૌથી મોટી ઈનિંગ્સનો સ્કોર બનાવ્યો છે. મિડલ ઓર્ડર બેટ્સમેનો અને પાછળના બેટ્સમેનોના મજબૂત પ્રદર્શનની આગેવાની હેઠળ, ઝારખંડે પ્લેટ ગ્રુપ ટોપર નાગાલેન્ડ સામે પાંચ દિવસીય મેચના ત્રીજા દિવસે 800 રનનો આંકડો પાર કર્યો.ઝારખંડàª
Advertisement
ઝારખંડના બેટ્સમેનોએ સોમવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે નાગાલેન્ડ સામેની રણજી ટ્રોફી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 880 રન બનાવ્યા છે અને ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ચોથી સૌથી મોટી ઈનિંગ્સનો સ્કોર બનાવ્યો છે. મિડલ ઓર્ડર બેટ્સમેનો અને પાછળના બેટ્સમેનોના મજબૂત પ્રદર્શનની આગેવાની હેઠળ, ઝારખંડે પ્લેટ ગ્રુપ ટોપર નાગાલેન્ડ સામે પાંચ દિવસીય મેચના ત્રીજા દિવસે 800 રનનો આંકડો પાર કર્યો.
ઝારખંડના ત્રણ બેટ્સમેનોએ ફટકારી સદી
રણજી ટ્રોફી 2021-22ની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઝારખંડે નાગાલેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં 880નો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. રણજી ટ્રોફીના ઈતિહાસમાં આ ઝારખંડનો સર્વોચ્ચ ટીમનો સ્કોર બન્યો છે. ઝારખંડ માટે કુમાર કુશાગ્રાએ બેવડી સદી (266) ફટકારી છે, જ્યારે વિરાટ સિંહ (107) અને શાહબાઝ નદીમે (177) પણ સદી ફટકારી છે. ઝારખંડે 203.4 ઓવરમાં બેટિંગ કરી અને 880 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કુમાર કુશાગ્રાએ ઝારખંડ માટે 266 રનની ઇનિંગ રમી હતી, તેણે માત્ર 269 બોલમાં 37 ફોર અને 2 સિક્સરની મદદથી આ સ્કોર બનાવ્યો હતો. તેના સિવાય શાહબાઝ નદીમે 177 રન બનાવ્યા અને 304 બોલ રમ્યા, આ દરમિયાન તેણે 22 ફોર અને 2 સિક્સર ફટકારી. ઝારખંડ માટે ત્રીજી સદી વિરાટ સિંહે ફટકારી હતી, જેણે 155 બોલમાં 107 રન બનાવ્યા હતા. તેણે કુલ 13 ચોક્કા ફટકાર્યા હતા. આવો નજર કરીએ મેચમાં બનેલા રેકોર્ડ પર.
આ બેટ્સમેનોએ ઝારખંડ તરફથી રન બનાવ્યા હતા
ઝારખંડના વિરાટ સિંહ, કુમાર કુશાગ્રા અને શાહબાઝ નદીમે શાનદાર ઇનિંગ્સ રમીને ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો હતો. વિરાટે 153 બોલમાં 13 ચોક્કાની મદદથી 107 રન બનાવ્યા હતા. વિકેટ કીપર બેટ્સમેન કુશાગ્રાએ 270 બોલમાં 37 ચોક્કા અને બે છક્કાની મદદથી 266 રન બનાવ્યા હતા. નદીમે નીચલા ક્રમમાં 22 ચોક્કા અને બે છક્કાની મદદથી 177 રન બનાવ્યા હતા. આ સિવાય રાહુલ શુક્લા (85*) અને કુમાર સૂરજ (66) એ પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું.
ઝારખંડે આ રેકોર્ડ બનાવ્યા
રણજી ટ્રોફીના ઈતિહાસમાં આ માત્ર સાતમી વખત છે જ્યારે કોઈ ટીમે 800થી વધુ રન બનાવ્યા હોય. તે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બની ગયો છે. આ સિવાય તે રણજી ટ્રોફીનો ચોથો સૌથી મોટો સ્કોર બની ગયો છે. ઝારખંડ દ્વારા બનાવવામાં આવેલો સ્કોર, 1988-89 પછી કોઈપણ ટીમનો સૌથી વધુ સ્કોર છે.
રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ ટીમ સ્કોર
944/6 (ઈનિંગ્સ જાહેર) - હૈદરાબાદ vs આંધ્રપ્રદેશ, સિકંદરાબાદ (1993-94)
912/8 (ઈનિંગ્સ જાહેર) - હોલકર vs મૈસુર, ઈન્દોર (1945-46)
912/6 (ઈનિંગ્સ જાહેર) - તમિલનાડુ vs ગોવા, પણજી (1988-89)
880/10 ઝારખંડ vs નાગાલેન્ડ, કોલકાતા (2021-22)
855/6 (ઈનિંગ્સ જાહેર) - મુંબઈ vs હૈદરાબાદ, મુંબઈ (બોમ્બે, 1990-91)
826/4 (ઈનિંગ્સ જાહેર) - મહારાષ્ટ્ર vs કાઠિયાવાડ, પુણે (પૂના, 1940-41)
826/7 (ઈનિંગ્સ જાહેર) - મેઘાલય vs સિક્કિમ, ભુવનેશ્વર (2018-19)


