Junagadh : લાંબા સમય બાદ ભાજપના કાર્યક્રમમાં દેખાયા પૂર્વ મંત્રી જવાહર ચાવડા
- જૂનાગઢમાં શિક્ષણમંત્રીનો સન્માન સમારોહ બન્યો રાજકીય અખાડો!
- નવા શિક્ષણમંત્રીના સન્માન સમારોહમાં ત્રણ તાલીના ઢોલ વાગ્યા!
- લાંબા સમય બાદ ભાજપના કાર્યક્રમમાં દેખાયા પૂર્વ મંત્રી જવાહર ચાવડા
- ઘણાં સમયથી જવાહર ચાવડા ભાજપના કાર્યક્રમોમાં રહ્યા હતા અળગા
- વિસાવદરની પેટાચૂંટણીમાં પણ જવાહર ચાવડા દેખાયા ન હતા
- લાંબા સમય બાદ પ્રદ્યુમન વાજાના કાર્યક્રમમાં દેખાયા જવાહર ચાવડા
- પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ શાલથી પ્રદ્યુમન વાજાનું સન્માન કર્યું
Junagadh : જૂનાગઢ ખાતે નવા શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાના સન્માન સમારોહમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ સમારોહ માત્ર સન્માન પૂરતો સીમિત ન રહેતા, તેમાં જાણે 3 તાલીના ઢોલ વાગ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ રહ્યું કે લાંબા સમયથી ભાજપના સત્તાવાર કાર્યક્રમોથી અળગા રહેલા પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ તેમાં હાજરી આપી હતી.
ચાવડા છેલ્લા ઘણાં સમયથી સંગઠનના કાર્યક્રમોમાં દેખાતા ન હતા, તેઓ વિસાવદરની મહત્વની પેટાચૂંટણીમાં પણ ગેરહાજર રહ્યા હતા. જોકે, પ્રદ્યુમન વાજાના આ સમારોહમાં તેમની હાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જાતે પ્રદ્યુમન વાજાને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું, જે ભાજપમાં જૂના અને નવા નેતાઓ વચ્ચેના સંબંધો સુધર્યા હોવાના સંકેત આપે છે.
આ પણ વાંચો : વિરમગામનાં સહકારી અગ્રણીના નિધન અંગેની પોસ્ટથી વિવાદ, Hardik Patel નો મોટો ખુલાસો!


