Junagadh : ગિરનારની લીલી પરિક્રમા વરસાદને કારણે રદ, તંત્રએ ભાવિકોને ન આવવા કરી અપીલ
Junagadh : જૂનાગઢમાં ચાલુ વરસાદી માહોલને કારણે પ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. સતત વરસાદથી પરિક્રમાના માર્ગો ધોવાઈ જવાથી અને કાદવ-કીચડ ફેલાતા ભાવિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં આ નિર્ણય લીધો.
Advertisement
- જૂનાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ગિરનારની લીલી પરિક્રમા રદ
- ગિરનારની લીલી પરિક્રમાના માર્ગોનું ધોવાણ થતા લેવાયો નિર્ણય
- વહીવટી તંત્ર અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં લેવાયો નિર્ણય
- ભાવિકોને લીલી પરિક્રમા માટે ન આવવા તંત્રએ કરી અપીલ
- 1 નવેમ્બરે પ્રતિકાત્મક રીતે 100 લોકો માટે જ યોજાશે પરિક્રમા
- અધિકારીઓએ પરિક્રમાના રૂટનું ચેકીંગ કરી લીધો નિર્ણય
- વરસાદને લઇ પરિક્રમાના માર્ગો પર કાદવ-કીચડનું સામ્રાજ્ય
- લીલી પરિક્રમામાં અન્નક્ષેત્રો શરૂ કરવા પણ બન્યા મુશ્કેલ
- ભાવિકો હેરાન ન થાય તે માટે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
- ગિરનારની લીલી પરિક્રમા કોરોના પછી ફરી એક વખત રદ
Junagadh : જૂનાગઢમાં ચાલુ વરસાદી માહોલને કારણે પ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. સતત વરસાદથી પરિક્રમાના માર્ગો ધોવાઈ જવાથી અને કાદવ-કીચડ ફેલાતા ભાવિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં આ નિર્ણય લીધો.
ભાવિકો હેરાન ન થાય તે માટે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
તંત્રએ ભાવિકોને અપીલ કરી છે કે તેઓ પરિક્રમા માટે જૂનાગઢ ન આવે. જોકે, પરંપરા જળવાઈ રહે તે માટે 1 નવેમ્બરના રોજ માત્ર 100 લોકોની હાજરીમાં પ્રતિકાત્મક રીતે પરિક્રમા યોજાશે. અધિકારીઓએ પરિક્રમાના રૂટનું નિરીક્ષણ કરીને અન્નક્ષેત્રો શરૂ કરવા પણ હાલની પરિસ્થિતિમાં મુશ્કેલ હોવાનું જણાવ્યું. કોરોના પછી ફરી એકવાર લીલી પરિક્રમા રદ થતા ભાવિકોમાં નિરાશા જોવા મળી છે.
Advertisement
આ પણ વાંચો : Junagadh: ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો
Advertisement