માત્ર એક ડગલું દૂર, અને આપ રાષ્ટ્રીય પાર્ટી બનશે- આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલની જાહેરાત
એક વ્યક્તિ તરીકે ઉભરી આવેલ આપ પાર્ટી તેના ટૂંકા ગાળામાં સમગ્ર દેશમાં ઉભરી આવી છે. આજે આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી અને પંજાબ બાદ હવે ગોવામાં પણ ચૂંટણી પંચે રાજ્યમાં AAPને માન્યતા આપી છે. તેમણે કહ્યું છે કે અન્ય એક રાજ્યમાં આ દરજ્જો મળ્યા બાદ AAPને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળશે.દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે પાર્ટી સમર્થàª
Advertisement
એક વ્યક્તિ તરીકે ઉભરી આવેલ આપ પાર્ટી તેના ટૂંકા ગાળામાં સમગ્ર દેશમાં ઉભરી આવી છે. આજે આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી અને પંજાબ બાદ હવે ગોવામાં પણ ચૂંટણી પંચે રાજ્યમાં AAPને માન્યતા આપી છે. તેમણે કહ્યું છે કે અન્ય એક રાજ્યમાં આ દરજ્જો મળ્યા બાદ AAPને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળશે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે પાર્ટી સમર્થકોને મોટા સમાચાર આપ્યા છે. ટ્વિટર દ્વારા તેમણે જણાવ્યું છે કે દિલ્હી અને પંજાબ બાદ હવે ગોવામાં પણ ચૂંટણી પંચે રાજ્યમાં AAPને માન્યતા આપી છે. તેમણે કહ્યું છે કે અન્ય એક રાજ્યમાં આ દરજ્જો મળ્યા બાદ AAPને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળશે.
કેજરીવાલે કાર્યકર્તાઓને તેમની મહેનત માટે અભિનંદન આપ્યા છે અને લોકોનો આભાર માન્યો છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, "દિલ્હી અને પંજાબ પછી, AAP હવે ગોવામાં પણ માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પાર્ટી છે. જો અમને અન્ય રાજ્યમાં માન્યતા મળશે તો આપણને સત્તાવાર રીતે 'નેશનલ પાર્ટી' જાહેર કરવામાં આવશે. હું તમામ સ્વયંસેવકોને તેમની મહેનત માટે અભિનંદન આપું છું. AAPમાં વિશ્વાસ દર્શાવવા બદલ હું લોકોનો આભાર માનું છું.
કેજરીવાલે ટ્વીટની સાથે ચૂંટણી પંચ તરફથી મળેલો પત્ર પણ શેર કર્યો છે. પત્રમાં જણાવાયું છે કે આમ આદમી પાર્ટીએ 2022ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં પ્રદર્શનના આધારે ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ના પેરા 6A હેઠળ ગોવામાં રાજ્ય પક્ષ તરીકેની સ્થિતિની શરતો પૂરી કરી છે. તેથી પંચે ગોવામાં આમ આદમી પાર્ટીને રાજ્ય પક્ષનો દરજ્જો આપ્યો છે.નોંધનીય છે કે ચાર રાજ્યોમાં કોઈ પાર્ટીને માન્યતા મળે તો તેને આપોઆપ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી જાય છે. પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવી છે અને હવે તેને ગોવામાં પણ સ્થિતિ મળી છે. પાર્ટી હાલમાં ગુજરાત અને હિમાચલમાં વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તેમની પાસેથી ગુજરાતમાં સારો દેખાવ થવાની અપેક્ષા છે.
Advertisement


