Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કનિકા કપૂરે શેર કર્યો બોય ફ્રેન્ડ સાથેનો ફોટો,રોમેન્ટિક અંદાજમાં જોવી મળી

કનિકા કપૂર હંમેશા પોતાની કરિયરને લઇને મીડિયામાં છવાયેલી રહે છે. સાથે જ આ સિંગર પોતાની પર્સનલ લાઇફને લઇને પણ હાલમાં ચર્ચામાં છે. હાલમાં કનિકા લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. સિંગર કનિકા કપૂર વિશે ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે તે જલ્દી લગ્ન કરવા જઈ રહી છે. જો કે આ અંગે કનિકા તરફથી કોઈ સત્તાવાર  જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ હવે ગાયકે પોતે એક ફોટો શેર કર્યો છે, જેના પછી તેણે સંકેત
કનિકા કપૂરે શેર કર્યો બોય ફ્રેન્ડ સાથેનો ફોટો રોમેન્ટિક અંદાજમાં જોવી મળી
Advertisement
કનિકા કપૂર હંમેશા પોતાની કરિયરને લઇને મીડિયામાં છવાયેલી રહે છે. સાથે જ આ સિંગર પોતાની પર્સનલ લાઇફને લઇને પણ હાલમાં ચર્ચામાં છે. હાલમાં કનિકા લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. 
સિંગર કનિકા કપૂર વિશે ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે તે જલ્દી લગ્ન કરવા જઈ રહી છે. જો કે આ અંગે કનિકા તરફથી કોઈ સત્તાવાર  જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ હવે ગાયકે પોતે એક ફોટો શેર કર્યો છે, જેના પછી તેણે સંકેત આપ્યો છે કે તેના જીવનમાં કોઈ ખાસ આવ્યું છે. કનિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેના હાથમાં કોઈનો હાથ છે.
આ ફોટો શેર કરતાં કનિકાએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે. ફોટામાં, તે કોઈ વ્યક્તિનો હાથ હોવાનું જાણવા મળે છે.કનિકાની આ પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એટલું જ નહીં, સેલેબ્સ પણ કનિકાને અભિનંદન આપી રહ્યા છે, જેણે આ સમાચારને વધુ સમર્થન આપ્યું છે કે કનિકા કપૂર કોઈની સાથે રિલેશનશિપમાં છે.રિપોર્ટ્સ અનુસાર, કનિકાના બોયફ્રેન્ડનું નામ ગૌતમ છે અને બંને છેલ્લા કેટલાક સમયથી રિલેશનશિપમાં છે. જોકે હવે બંને લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. બંને 20 મેના રોજ લગ્ન કરી શકે છે. કનિકાએ તેના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે પોતાના અને તેના ત્રણ બાળકો માટે લગ્નની ખરીદી કરી રહી છે.કનિકાના બીજા લગ્ન
જણાવી દઈએ કે કનિકાના આ બીજા લગ્ન છે. અગાઉ કનિકાએ રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા જે એનઆરઆઈ બિઝનેસમેન હતો. બંનેને 3 બાળકો છે. જોકે, છૂટાછેડા પછી કનિકા તેના ત્રણ બાળકો સાથે રહે છે. પરંતુ તે કામના સંબંધમાં મુંબઈ આવતી હોય છે. કનિકાને તેના બાળકો સાથે ખાસ બોન્ડીંગ છે. સાથે જ ત્રણેય બાળકો માતાની ખૂબ નજીક છે. કનિકાનો બોયફ્રેન્ડ ગૌતમ પણ બિઝનેસમેન છે. બંને લંડનમાં જ લગ્ન કરશે. ગૌતમ અને કનિકાને એકસાથે જોવા માટે ફેન્સ ઉત્સાહિત છે.
Tags :
Advertisement

.

×