ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોરોનાના ઓછાયા હેઠળ કાંકરિયા કાર્નિવલ જોખમી નિવડી શકે, લોકોને ભીડનો હિસ્સો ન બનવા IMAની અપીલ

જુદા જુદા દેશોમાં કોવિડના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચેતવણી આપી છે અને જે રીતે દુનિયાભરમાં કેસો વધી રહ્યા છે તેને જોતા હાલ ભારતમાં ચિંતાની સ્થિતિ નથી. પરંતુ કાંકરિયા કાર્નિવલ જેવા માસ પ્રોગ્રામ કોરોનાને આમંત્રણ આપી શકે છે તેથી ભીડનો હિસ્સો ન થવા લોકોને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે.દુનિયાભરના અનેક દેશો કોરોના
12:27 PM Dec 23, 2022 IST | Vipul Pandya
જુદા જુદા દેશોમાં કોવિડના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચેતવણી આપી છે અને જે રીતે દુનિયાભરમાં કેસો વધી રહ્યા છે તેને જોતા હાલ ભારતમાં ચિંતાની સ્થિતિ નથી. પરંતુ કાંકરિયા કાર્નિવલ જેવા માસ પ્રોગ્રામ કોરોનાને આમંત્રણ આપી શકે છે તેથી ભીડનો હિસ્સો ન થવા લોકોને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે.દુનિયાભરના અનેક દેશો કોરોના
જુદા જુદા દેશોમાં કોવિડના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચેતવણી આપી છે અને જે રીતે દુનિયાભરમાં કેસો વધી રહ્યા છે તેને જોતા હાલ ભારતમાં ચિંતાની સ્થિતિ નથી. પરંતુ કાંકરિયા કાર્નિવલ જેવા માસ પ્રોગ્રામ કોરોનાને આમંત્રણ આપી શકે છે તેથી ભીડનો હિસ્સો ન થવા લોકોને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે.

દુનિયાભરના અનેક દેશો કોરોના સામે ઝઝુમી રહ્યા છે
કોરોના ના ઓછાયા હેઠળ જ્યાં દુનિયાભરના દેશો કોરોના સામે ઝઝુમી રહ્યા છે ત્યારે ભારતમાં તેની સ્થિતિ હાલ સારી છે ગુજરાતમાં પણ કોરોના હજુ કાબુમાં છે પરંતુ લોકો અને સરકાર પૂરતું ધ્યાન નહીં આપે તો પરિસ્થિતિ વણસી શકે છે તેવી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે અને લોકોને તાત્કાલિક અસરથી COVID ગાઇડલાઇન્સ નું પાલન કરવા કહેવામાં આવ્યું છે.

ભારતમાં હાલ કેસની સંખ્યા ચિંતાજનક નથી 
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા મુજબ યુએસએ, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને બ્રાઝિલ જેવા મોટા દેશોમાંથી છેલ્લા 24 કલાકમાં લગભગ 5.37 લાખ નવા કેસ નોંધાયા છે. તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં 145 નવા કેસ નોંધાયા છે જેમાંથી ચાર કેસ નવા ચાઇના વેરિઅન્ટ -BF.7 ના છે. 2021 માં જોવા મળેલી કટોકટીની પરિસ્થિતિ  દવાઓ, ઓક્સિજનનો પુરવઠો અને એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ કરાવવા સંબંધિત મંત્રાલયો અને વિભાગોને પણ ima દ્વારા જાણ કરાઇ છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને તેની રાજ્ય અને સ્થાનિક શાખાઓને જરૂરી પગલાં લેવા માટે એડવાઈઝરી પણ જારી કરી છે. સાથે જ કહ્યું છે કે હાલમાં, પરિસ્થિતિ ચિંતાજનક નથી તેથી ગભરાવાની જરૂર નથી.જોકે સાવચેતી જરૂરી બને છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઇન્સના મુદ્દા..
1. તમામ જાહેર સ્થળોએ ફેસ માસ્કનો ઉપયોગ કરવો
2. સામાજિક અંતર જાળવવું
3. સાબુ અને પાણી અથવા સેનિટાઈઝર વડે નિયમિત હાથ ધોવા
 4. લગ્ન,રાજકીય કે સામાજિક સભાઓ વગેરે જેવા જાહેર મેળાવડા ટાળવા
5. આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવો 
6. તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, છૂટક ગતિ વગેરે જેવા કોઈપણ લક્ષણોના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લો
7. વહેલી તકે સાવચેતીના ડોઝ સહિત  COVID રસીકરણ કરાવો
8. સમયાંતરે જારી કરાયેલી સરકારી સલાહનું પાલન કરો
આ પણ વાંચોઃ  નાની-નાની બાબતોમાં કાળજી કોરોનાને રાખશે દુર, આજથી જ અપનાવો આ નિયમો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
carnivalCoronaGujaratFirstIMAkankariyawarning
Next Article