ઉત્તરપ્રદેશના (Uttarpradesh) કાનપુરમાં (Kanpur) એક ભયાનક અકસ્માત થયો છે. અહીં શ્રદ્ધાળું ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી ગઈ, જેના કારણે શ્રદ્ધાળુઓ ટ્રોલી નીચે દટાઈ ગયા હતા. આ ઘટનામાં 24થી વધારે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતના સંદર્ભમાં વડાપ્રધાન કાર્યાલયે (PMO) મૃતકોના પરિજનોને બે લાખની સહાયની જાહેરાત કરી છે. સાથે જ ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.મળતી માહિતી મુજબ આ ઘટના કાનપુર સાધ વિà
ઉત્તરપ્રદેશના (Uttarpradesh) કાનપુરમાં (Kanpur) એક ભયાનક અકસ્માત થયો છે. અહીં શ્રદ્ધાળું ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી ગઈ, જેના કારણે શ્રદ્ધાળુઓ ટ્રોલી નીચે દટાઈ ગયા હતા. આ ઘટનામાં 24થી વધારે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતના સંદર્ભમાં વડાપ્રધાન કાર્યાલયે (PMO) મૃતકોના પરિજનોને બે લાખની સહાયની જાહેરાત કરી છે. સાથે જ ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ આ ઘટના કાનપુર સાધ વિસ્તારમાં બની છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો ચંદ્રિકા દેવીને જોઈને પરત ફરી રહ્યા હતા. તે જ સમયે ટ્રેક્ટર-ટ્રોલી બેકાબૂ થઈને રોડની બાજુમાં પાણીમાં પડી ગઈ હતી. જેમાં 2 ડઝનથી વધુ લોકો દટાયા છે. હાલ અહીં બચાવ કામગીરી ચાલી રહી છે. ટ્રેક્ટર ટ્રોલીમાં 50 જેટલા લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે.
વડાપ્રધાનશ્રીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું, મદદની જાહેરાત કરી
સીએમ યોગીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
તે જ સમયે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે, કાનપુર જિલ્લામાં થયેલ માર્ગ અકસ્માત ખૂબ જ હૃદયદ્રાવક છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના.”
કાનપુર ઝોનના ADG ભાનુ ભાસ્કરનું કહેવું છે કે, અત્યારે અમે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલી રહ્યા છીએ, જ્યાં ડૉક્ટરો કેટલાક લોકોની સારવાર કરી રહ્યા છે. તબીબોના રિપોર્ટ બાદ જ કંઈ કહી શકીશું.
SP આઉટર તેજ સ્વરૂપ સિંહે જણાવ્યું કે, તમામ લોકો ઘાટમપુરના કોરથા ગામના રહેવાસી છે. ઘાયલોને ભીતરગાંવ CHCમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલોને કાનપુરની હૈલટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.