Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરણ જોહર પર ગીત ચોરી પછી સ્ટોરી ચોરી કરવાનો પણ આરોપ, વ્યક્તિએ આપ્યા પુરાવા

કરણ જોહરની ફિલ્મને લઈને એક પછી એક વિવાદ ઉમેરાઈ રહ્યો છે. હવે એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેણે આ વાર્તા ધર્મા મૂવીઝને મેઈલ કરી હતી, જેના આધારે ફિલ્મ બની હતી. કરણ જોહરની ફિલ્મ જુગ જુગ જિયો સાથે વધુ એક વિવાદ ઉમેરાયો છે. હવે વિશાલ સિંહ નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે ધર્મા મૂવીઝે તેનો આઈડિયા ચોરી લીધો છે. વિશાલનું કહેવું છે કે તેણે આ ફિલ્મનો આઈડિયા  પ્રોડ્યુસ કરવા માટે મેઈલ કર્યો àª
કરણ જોહર પર ગીત ચોરી પછી સ્ટોરી ચોરી કરવાનો પણ આરોપ  વ્યક્તિએ આપ્યા પુરાવા
Advertisement
કરણ જોહરની ફિલ્મને લઈને એક પછી એક વિવાદ ઉમેરાઈ રહ્યો છે. હવે એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેણે આ વાર્તા ધર્મા મૂવીઝને મેઈલ કરી હતી, જેના આધારે ફિલ્મ બની હતી. કરણ જોહરની ફિલ્મ જુગ જુગ જિયો સાથે વધુ એક વિવાદ ઉમેરાયો છે. 
હવે વિશાલ સિંહ નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે ધર્મા મૂવીઝે તેનો આઈડિયા ચોરી લીધો છે. વિશાલનું કહેવું છે કે તેણે આ ફિલ્મનો આઈડિયા  પ્રોડ્યુસ કરવા માટે મેઈલ કર્યો હતો. પરંતુ તેમના તરફથી કોઈ જવાબ ન આવ્યો અને  હવે આજ વાર્તા પર ફિલ્મ બનાવવામાં આવી. વિશાલે કરણ જોહરને ટેગ કર્યા છે. આ પહેલા પાકિસ્તાની સિંગરે આરોપ લગાવ્યો હતો કે તેની ફિલ્મમાં કરણ જોહરનું ગીત પરવાનગી વગર લેવામાં આવ્યું છે તેથી  તેમની સામે કાર્યવાહી કરશે. તમને જણાવી દઈએ કે જુગ જુગ જિયોનું ટ્રેલર 22 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પછી જ ફિલ્મની વાર્તા અને ગીતની નકલ કરવાનો આરોપ લાગ્યો હતો. 

મેઇલનો સ્ક્રીનશોટ બતાવ્યો
રણ જોહરની ફિલ્મને લઈને વિશાલ સિંહનું ટ્વિટ વાયરલ થયું છે. આ ટ્વીટમાં તેણે લખ્યું છે કે, જાન્યુઆરી 2020માં Swa India Org સાથે સ્ટોરી રજીસ્ટર કરી. જેનું નામ બન્ની રાની હતું. મેં ફિલ્મનું સહ-નિર્માણ કરવા માટે ફેબ્રુઆરી 2020માં તેને અધિકૃત રીતે ધર્મા મૂવીઝને મેઈલ કરી હતી. મને તેમની તરફથી જવાબ પણ મળ્યો ન હતો. અને તેઓએ મારી વાર્તા લઇ લીધી અને જગ જુગ જિયો બનાવી. કરણ જોહર આ સાચું નથી. વિશાલે તેના મેઈલનો સ્ક્રીનશોટ પણ બતાવ્યો છે.
ચોરી શોભતી નથી
વિશાલે આગળ લખ્યું છે કે તે આ અંગે કાયદાકીય ફરિયાદ કરશે. એમ પણ કહ્યું કે જો આ બધું પ્રસિદ્ધિ ખાતર જ કરવું હતું તો તમામ મીડિયા હાઉસને નિવેદન આપવામાં આવ્યું હોત. મેં વસ્તુઓને લોકો સમક્ષ મૂકી છે જેથી કરીને તેઓ વાકેફ થાય .અન્ય એક ટ્વિટમાં વિશાલે લખ્યું, "જો તમને વાર્તા પસંદ હોય તો. વાત કરો! કોઈપણ પ્રોડક્શન હાઉસે આવી ચોરી કરવી જોઈએ નહીં. જે તે મારી સાથે થયું, તે હિન્દી સિનેમા ઉદ્યોગમાં કોઈપણ સાથે થઈ શકે છે. 
પાકિસ્તાની સિંગરે પણ આરોપ લગાવ્યો છે
 આ પહેલાં જુગ જુગ જિયોના એક ગીત વિશેની ટ્વિટ પણ ખૂબ વાયરલ થઈ છે. એક પાકિસ્તાની સિંગરે દાવો કર્યો છે કે કરણ જોહરે પરવાનગી વિના તેનું ગીત ફિલ્મમાં લીધું છે. સિંગર કહે છે કે તે આ અંગે કાયદાકીય પગલાં લેશે. 
Advertisement
Tags :
Advertisement

.

×