Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરણ જોહરે કરી તેના 50માં બર્થડે પર આ મોટી જાહેરાત

કરણ જોહરે જન્મદિવસના દિવસે કરી મોટી જાહેરાત કરી છે કે તે હવે રોમેન્ટિક બાદ હવે તે એક્શન ફિલ્મ બનાવશે.  ફિલ્મ મેકર કરણ જોહર આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સવારથી જ તેના ચાહકો સોશિયલ મીડિયા પર તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આગામી ફિલ્મ રોમેન્ટિક નહીં પરંતુ એક્શનઆ દરમિયાન કરણે તેના જન્મદિવસના અવસર પર તેના ચાહકોને એક મોટી ભેટ પણ આપી છે. આ ખાસ અવસર પર તેણે પોતાની નવà
કરણ જોહરે કરી તેના 50માં બર્થડે પર આ મોટી જાહેરાત
Advertisement
કરણ જોહરે જન્મદિવસના દિવસે કરી મોટી જાહેરાત કરી છે કે તે હવે રોમેન્ટિક બાદ હવે તે એક્શન ફિલ્મ બનાવશે.  ફિલ્મ મેકર કરણ જોહર આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સવારથી જ તેના ચાહકો સોશિયલ મીડિયા પર તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. 

આગામી ફિલ્મ રોમેન્ટિક નહીં પરંતુ એક્શન
આ દરમિયાન કરણે તેના જન્મદિવસના અવસર પર તેના ચાહકોને એક મોટી ભેટ પણ આપી છે. આ ખાસ અવસર પર તેણે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. કરણે કહ્યું કે તેની આગામી ફિલ્મ રોમેન્ટિક નહીં પરંતુ એક્શન હશે. મળતી માહિતી મુજબ, 'રોકી અને રાની'ની લવ સ્ટોરી બાદ આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ 2023માં શરૂ થશે.
એક્શન ફિલ્મનું નિર્દેશન કરશે કરણ
તમને જાણીને નવાઈ લાગશે કે કરણ જોહરે પોતાના કરિયરમાં અત્યાર સુધી માત્ર રોમેન્ટિક ફિલ્મો જ ડિરેક્ટ કરી છે. ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરનાર કરણે અત્યાર સુધી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી છે. રોમેન્ટિક ફિલ્મો બાદ હવે તે એક્શન ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તેણે પોતે તેના ટ્વિટર હેન્ડલથી આની જાહેરાત કરી છે. 


ટ્રોલ્સનો પણ ઉલ્લેખ કર્યો
તેણે ફેન્સ માટે એક નોટ શેર કરી છે.આ નોટમાં તેણે લખ્યું છે કે, 'હું આજે 50 વર્ષનો થઈ ગયો છું. આ મારા જીવનનો મધ્યબિંદુ છે. છતાં હું મારી જાતને યુવાન માનું છું. લોકો તેને મિડ-લાઇફ ક્રાઇસિસ કહી શકે છે, પરંતુ હું તેને કોઈ પણ ફરિયાદ વિના ગૌરવ સાથે જીવવાનું જીવન કહીશ. આ નોટમાં કરણે તેની 27 વર્ષની કારકિર્દીમાં મળેલી ટીકા અને પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેણે આ નોટમાં ટ્રોલ્સનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વખાણ અને ટ્રોલિંગને કારણે તેને ઘણું શીખવા મળ્યું.

પ્રતિભાશાળી કલાકારોને તમારી આંખોની સામે જોવુંએ એક મોટા સ્વપ્ન જેવું 
તેણે લખ્યું, 'મેં 27 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે અને અત્યાર સુધીનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું!!! વાર્તાઓ કહેવાનું, કન્ટેન બનાવવાનું, પ્રતિભાશાળી કલાકારોને તમારી આંખોની સામે જોવુંએ એક મોટા સ્વપ્ન જેવું છે. કરણે કહ્યું કે તે ફિલ્મ મેકિંગ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છે. તેથી આ ખાસ દિવસે તે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી રહ્યો છે. કરણે કહ્યું કે તે રોકી અને રાનીની લવસ્ટોરીના બે મહિના પછી એક્શન ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ સાથે તેમણે આ માટે લોકોના આશીર્વાદ પણ માંગ્યા હતા.
Tags :
Advertisement

.

×