Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરણ જોહરે શેર કર્યો બીહાઇન્ડ ધ સીન વિડીયો, નજરે પડ્યો સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન

કરણ જૌહરની ફિલ્મ 'રોકી અને રાની કી પ્રેમ કહાની 'ના સેટ પરથી બિહાઇન્ડ ધ સીન વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સેફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન પણ નજરે પડે છે. ઇબ્રાહિમને જોઇને તેના ફેન્સ ઘણા એક્સાઇટ થઇ ગયા છે. કરણ જોહરની આવનારી ફિલ્મ ‘રોકી અને રાની કી પ્રેમ કહાની’ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે આલિયા મુખ્ય ભૂમિકા જોવા છે. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. આ વીડિયોમાં સૈફ અલી ખાનનો દીકરો ઇ
કરણ જોહરે શેર કર્યો બીહાઇન્ડ ધ સીન વિડીયો  નજરે પડ્યો સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન
Advertisement
કરણ જૌહરની ફિલ્મ 'રોકી અને રાની કી પ્રેમ કહાની 'ના સેટ પરથી બિહાઇન્ડ ધ સીન વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સેફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન પણ નજરે પડે છે. ઇબ્રાહિમને જોઇને તેના ફેન્સ ઘણા એક્સાઇટ થઇ ગયા છે. કરણ જોહરની આવનારી ફિલ્મ ‘રોકી અને રાની કી પ્રેમ કહાની’ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે આલિયા મુખ્ય ભૂમિકા જોવા છે. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. આ વીડિયોમાં સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન નજરે પડે  છે. ઇબ્રાહિમને જોઇને ફેન્સ ઘણા એક્સાઇટ થયા છે. કરણ જૌહર દ્વારા જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે મોનિટર ફૂટેજ છે.
રણવીર સાથે ઇબ્રાહિમ
વિડિઓની શરૂઆતમાં બેકગ્રાઉડમાં કેટલાક એકટર ઊભા છે જે એથનિક આઉટ ફીટમાં દેખાઇ રહ્યો છે. ત્યાર બાદ  મોનિટર બીજા સીન તરફ વળે છે જ્યાં ગ્રીન કલરની કારમાં રણવીર સિંહ બેઠેલો જોવાં મળે છે. રણવીરની કાર પાસે ઇબ્રાહિમ અલી  ઉભેલો દેખાય છે. તેના હાથમાં માઇક પકડેલું છે. વિડીયો સાથે કરણને કેપ્શનમાં લખ્યું- ‘91વાં દિવસ #Rockyaurranikipremkahani.’ 
સેફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમનું ડેબ્યૂ 
ઇબ્રાહિમ આ ફિલ્મમાં અસિસ્ટેન્ટ ડાયરેક્ટર છે. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું શૂટિંગ ગયા વર્ષે નવેમ્બરમાં દિલ્હીમાં શરુ થયું હતું. નિર્માતાઓએ 40 દિવસના શેડ્યૂલમાં અમર કોલોની, કનોટ પ્લેસ, બંગાળી માર્કેટ, લાલ કિલ્લો અને ગુરુગ્રામમાં શૂટિંગ કર્યું હતું. તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં થયું હતું.
કલાકારો કોણ છે
જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણવીર અને આલિયા સિવાય શબાના આઝમી, જયા બચ્ચન અને ધર્મેન્દ્ર છે. 7 વર્ષ બાદ કરણ જોહર દિગ્દર્શનના ક્ષેત્રમાં વાપસી કરી રહ્યો છે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Tags :
Advertisement

.

×