Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરીના કપૂર ખાન ઓટીટી પર ડેબ્યૂ કરવા તૈયાર, જાણો કયા પ્લેટફોર્મ પર જોવા મળશે

કરીના કપૂર ખાન છેલ્લે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ પછી, અભિનેત્રીએ બીજા પુત્ર જેહને જન્મ આપ્યો. બીજી વખત માતા બન્યા બાદ કરીના ફરી એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે.  હાલમાં કરીના OTT ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. નિર્દેશક સુજોય ઘોષની ફિલ્મમાં કરીના કપૂર સાથે અભિનેતા જયદીપ અહલાવત અને વિજય વર્મા જોવા મળશે.
કરીના કપૂર ખાન ઓટીટી પર ડેબ્યૂ કરવા તૈયાર  જાણો કયા પ્લેટફોર્મ પર જોવા મળશે
Advertisement
કરીના કપૂર ખાન છેલ્લે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ પછી, અભિનેત્રીએ બીજા પુત્ર જેહને જન્મ આપ્યો. બીજી વખત માતા બન્યા બાદ કરીના ફરી એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે.  હાલમાં કરીના OTT ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. નિર્દેશક સુજોય ઘોષની ફિલ્મમાં કરીના કપૂર સાથે અભિનેતા જયદીપ અહલાવત અને વિજય વર્મા જોવા મળશે. આ ફિલ્મ જાપાની લેખક કીગો હિગાશિનોના પુસ્તક 'ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ' પર આધારિત હશે.
વાર્તા કેવી હશે અને ક્યારે રિલીઝ થશે?
રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનું શૂટિંગ આવતા સપ્તાહથી શરૂ થશે. ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ દાર્જિલિંગમાં શૂટ કરવામાં આવશે અને બીજું મેના અંત સુધીમાં મુંબઈમાં શૂટ કરવામાં આવશે. નિર્દેશક ચોમાસા પહેલા મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવા માંગે છે. મહેબૂબ સ્ટુડિયોમાં શૂટિંગ માટે સેટ તૈયાર કરવામાં આવશે. ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી પરંતું  ફિલ્મની વાર્તા હત્યાના રહસ્ય પર આધારિત હશે. 
તે આવતા વર્ષે માર્ચમાં રિલીઝ થશે
જોકે કરીના કપૂર ખાન આ વર્ષે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન લીડ રોલમાં હશે. આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રીમેક છે. આમિર ખાન સાથે કરીનાની આ ત્રીજી ફિલ્મ હશે. આ પહેલા બંને 3 ઈડિયટ્સ, અને તલાશમાં સાથે કામ કરી ચુક્યા છે. અંગત જીવનની વાત કરીએ તો કરીના ઘણીવાર તેના બાળકો તૈમુર અને જેહ સાથે જોવા મળે છે.
Tags :
Advertisement

.

×