Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કર્ણાવતી તમિલ સમાજે અમદાવાદના ન્યુ મણીનગર ખાતે પોંગલની ઉજવણી કરી

અમદાવાદમાં રહેતા તમિલ સમાજના લોકોએ ન્યુ મણીનગર ખાતે એકઠા થઈ પોંગલ તહેવારની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદમાં વસતા તમિલ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મહત્વપૂર્ણ છે કે કોરોના કાળમાં બે વર્ષ પોંગલ તહેવારની ઉજવણી નહોતી થઈ શકી. કાર્યક્રમમાં ન્યુ મણીનગર ખાતે ખુલ્લા પ્લોટમાં 150 પરિવારો માટીના વાસણ અને માટીના ચૂલામાં પરંપરાગત રીતે પોંગલ તૈયાર કરતા નજરે પડ્યા હતા. પà
કર્ણાવતી તમિલ સમાજે  અમદાવાદના ન્યુ મણીનગર ખાતે પોંગલની ઉજવણી કરી
Advertisement
અમદાવાદમાં રહેતા તમિલ સમાજના લોકોએ ન્યુ મણીનગર ખાતે એકઠા થઈ પોંગલ તહેવારની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદમાં વસતા તમિલ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મહત્વપૂર્ણ છે કે કોરોના કાળમાં બે વર્ષ પોંગલ તહેવારની ઉજવણી નહોતી થઈ શકી. 
કાર્યક્રમમાં ન્યુ મણીનગર ખાતે ખુલ્લા પ્લોટમાં 150 પરિવારો માટીના વાસણ અને માટીના ચૂલામાં પરંપરાગત રીતે પોંગલ તૈયાર કરતા નજરે પડ્યા હતા. પોંગલ તમિલનાડુનો મોટો તહેવાર છે જે જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે. પોંગલ નિમિત્તે નવા પાકેલા ચોખા રાંધવામાં આવે છે. ચોખા, દાળ, મરી અને જીરું અથવા ચોખા, મસાલા વાળું દૂધ, ખાંડ, ગોળ વગેરે માંથી વાનગી બનાવવામાં આવે છે જેને પોંગલ કહેવાય છે. અને તે વાનગીનો સૂર્ય ભગવાનને ભોગ આપવામાં આવે છે પછી તેને પ્રસાદ તરીકે લોકો આરોગતા હોય છે..દક્ષિણ ભારતમાં પોંગલ લોકપ્રિય વાનગી છે..

કોરોનાને કારણે 2 વર્ષ સુધી નહોતો ઉજવાયો પોંગલ 
કર્ણાવતી તમિલ સમાજના પ્રમુખ એસ.આર. બાલાજીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં એક લાખ જેટલા તમિલ લોકો રહે છે. અને ન્યુ મણીનગર સાઈડમાં પણ મોટી સંખ્યામાં તમિલ વસ્તી રહે છે ત્યારે અમે છેલ્લા છ વર્ષથી પોંગલનો તહેવાર રંગે ચંગે અહીં ઉજવતા આવ્યા છે. છેલ્લા બે વર્ષ કોરોના કાળ દરમિયાન તહેવાર ઉજવી શક્યા ન હતા એટલે આ વર્ષે અમે પૂરેપૂરી તૈયારી કરી હતી અને 2000થી વધુ લોકો આજે ન્યુ મણીનગર ખાતે ભેગા થઈ અને પોંગલ નો તહેવાર ઉજવ્યો છે. કર્ણાવતી તમિલ સમાજના સેક્રેટરી મુરુગવેલ જણાવે છે આ તહેવારમાં અમારા તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા અને સૌ કોઈ ભેગા મળી અહીં પણ પોંગલની ઉજવણી કરી. ગુજરાતમાં ઘણા સમયથી તમિલ પરિવારો વસે છે અને પોતાનું ગુજરાત ચલાવે છે ત્યારે તહેવારોનું પણ વિશેષ મહત્વ છે તમિલનાડુમાં પોંગલનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે આ તહેવાર અમે અહીં ગુજરાતમાં પણ દર વર્ષે પહેલો પાક આવે ત્યારે પોંગલ બનાવીને ઉજવતા હોઈએ છીએ.
પહેલો પાક ભગવાન સૂર્યદેવને અર્પણ કરાય છે 
પોંગલના તહેવારમાં ખેડૂતો પોતાના ખેતરમાં જે પહેલો પાક થાય તે ભગવાન સૂર્યદેવને અર્પણ કરી અને આ તહેવાર ઉજવતા હોય છે. તેમાં  નવા પાકેલા ચોખા રાંધવામાં આવે છે. ચોખા, દાળ, મરી અને જીરું અથવા ચોખા, મસાલા વાળું દૂધ, ખાંડ, ગોળ વગેરે માંથી વાનગી બનાવવામાં આવે છે. આ વાનગીને પોંગલ કહેવાય છે બીજા શબ્દોમાં કહીએ તો તેને મીઠા ભાત પણ કહેવામાં આવે છે જેમાં ડ્રાયફ્રૂટ વગેરે નાખી અને તમિલ વાસીઓ ભગવાન સૂર્યદેવને અર્પણ કર્યા બાદ તેનો પ્રસાદ તરીકે આરોગતા હોય છે. દક્ષિણ ભારતમાં પોંગલ એ લોકપ્રિય વાનગી છે.. દિવસ દરમિયાન ચોખા રાંધવા એટલે કે પોંગલ બનાવવા અને ભગવાનને અર્પણ કરવાથી લઈ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. અને વહેલી સવારથી મોડી રાત સુધી સમગ્ર તમિલ પરિવારોએ સાથે મળી પોંગલના તહેવારની રંગેચંગે ઉજવણી કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×