Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેટરીના કૈફે લગ્ન પછી વર્કીંગ મોડમાં વિજય સેતુપતિ સાથે શરુ કર્યું શૂટ

લગ્ન બાદ કેટરીના કૈફે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. કેટરીના કૈફે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ચાહકોને આ અંગે જાણકારી આપી હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફ પહેલીવાર સાઉથના સુપરસ્ટાર એક્ટર વિજય સેતુપતિ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવન સંભાળશે અને સુપરસ્ટાર વિજય મુખ્ય ભૂમિકામાં હશે. 'મેરી ક્રિસમસ' નામની આ ફિલ્મ દર્શકો માટે કંઈ ખાસ લઈને આવશે.  View
કેટરીના કૈફે લગ્ન પછી  વર્કીંગ મોડમાં  વિજય સેતુપતિ સાથે શરુ કર્યું શૂટ
Advertisement
લગ્ન બાદ કેટરીના કૈફે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. કેટરીના કૈફે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ચાહકોને આ અંગે જાણકારી આપી હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફ પહેલીવાર સાઉથના સુપરસ્ટાર એક્ટર વિજય સેતુપતિ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવન સંભાળશે અને સુપરસ્ટાર વિજય મુખ્ય ભૂમિકામાં હશે. 'મેરી ક્રિસમસ' નામની આ ફિલ્મ દર્શકો માટે કંઈ ખાસ લઈને આવશે. 
કેટરીના કૈફનું આ સપનું સાકાર થયું 
કેટરીના કૈફે તે પોસ્ટમાં લખ્યું- હું હંમેશાથી શ્રીરામ સર સાથે કામ કરવા માંગુ છું, જ્યારે સ્ક્રીન પર થ્રિલર બતાવવાની વાત આવે છે ત્યારે તેઓ માસ્ટર છે.  હું તેમની સાથે  કામ કરવાં માટે ખૂબ જ ઉત્સાહિત છું.  તમને જણાવી દઈએ કે કેટરિના કૈફે ગયા વર્ષે 9 ડિસેમ્બરે અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી તે લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે.
વિજય-કેટરિનાની ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
કેટરિના કૈફ અને વિજય સેતુપતિ સ્ટારર ફિલ્મ 'ક્રિસમસ' 22 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. ફિલ્મનું નિર્માણ રમેશ તૌરાનીની ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝ મેચબોક્સ પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા થઇ  રહ્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફેન્સ કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દ્વારા તે ફરી એકવાર સલમાન ખાન સાથે પડદા પર વાપસી કરશે.
Advertisement
Tags :
Advertisement

.

×