કેજરીવાલ સરકારના મંત્રી રાજેંદ્ર પાલ ગૌતમે આપ્યું રાજીનામું, BJPએ ગણાવ્યા હતા હિંદુ વિરોધી
રાજેન્દ્ર પાલ ગૌતમે આજે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજેન્દ્ર પાલ ગૌતમે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આજે મહર્ષિ વાલ્મીકિજીનો પ્રાગટ્ય દિવસ છે અને બીજી તરફ માન્યાવર કાંશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંયોગમાં, આજે હું ઘણા બંધનોમાંથી મુક્ત થયો અને આજે મારો ફરીથી જન્મ થયો. હવે હું મજબૂતી સાથે સમાજ પર થતા અત્યાટારો અને અધિકારોની લડાઈને કોઈપણ બંધન વગર ચાલુ રાખીશ.
રાજેન્દ્ર પાલ ગૌતમે રાજીનામા પત્રમાં શું લખ્યું?
રાજેન્દ્ર પાલ ગૌતમે લખ્યું, છેલ્લા કેટલાક સમયથી હું સતત જોઈ રહ્યો છું કે મારા સમાજની બહેન-દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે અને હત્યા થઈ રહી છે. દરરોજ આવા જ્ઞાતિ ભેદભાવની ઘટનાઓથી મારું હૃદય છિન્નભિન્ન થાય છે.
તેમણે આગળ લખ્યું, મેં આંબેડકર ભવન રાણી ઝાંસી રોડ ખાતે 5 ઓક્ટોબર 2022ના રોજ અશોક વિજયાદશમીના અવસર પર મિશન જય ભીમ અને બૌદ્ધ સમાજ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત બૌદ્ધ દીક્ષા સમારોહમાં હાજરી આપી હતી. તેને આમ આદમી પાર્ટી અને મારી મંત્રી પરિષદ સાથે કોઈ લેવાદેવા નથી.
રાજેન્દ્ર પાલે લખ્યું કે બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું, જે મેં પણ 10 હજારથી વધુ લોકો સાથે પુનરાવર્તિત કર્યું. તે પછી ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલ જી અને AAP પર નિશાન સાધી રહ્યા છે, તે મારા માટે ખૂબ જ દુઃખદ છે.
હું મારા મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું
રાજેન્દ્ર પાલ ગૌતમે લખ્યું, દેશના ખૂણે ખૂણે આયોજિત હજારો સ્થળોએ કરોડો લોકો દ્વારા દર વર્ષે આ સંકલ્પોનું પુનરાવર્તન કરવામાં આવે છે. ભાજપને બાબાસાહેબના સંકલ્પો સામે વાંધો છે. આનો ઉપયોગ કરીને ભાજપ ગંદી રાજનીતિ કરી રહી છે અને તેનાથી દુઃખી થાય છે. હું હું મારા મંત્રી પદ પરથી રાજીનામું આપું છું.
રાજેન્દ્ર પાલ પર આ આરોપો છે
શુક્રવારે (7 ઓક્ટોબર) દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલનો એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયો 5 ઓક્ટોબરના 'મિશન જય ભીમ' કાર્યક્રમનો કહેવામાં આવી રહ્યો છે, જેમાં રાજેન્દ્ર પાલ ગૌતમે પણ ભાગ લીધો હતો. દિલ્હીના કરોલબાગ સ્થિત આંબેડકર ભવનમાં આયોજિત આ કાર્યક્રમમાં 10 હજાર લોકોએ બૌદ્ધ દીક્ષા લીધી હતી. રાજેન્દ્ર પાલ પર આરોપ છે કે તેમણે આ કાર્યક્રમમાં લોકોને રામ અને કૃષ્ણની પૂજા નહીં કરવાના શપથ લેવડાવ્યા હતા.
ભાજપે શું કહ્યું?
આ અંગે ભાજપના સાંસદ મનોજ તિવારીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આમ આદમી પાર્ટી આટલી હિંદુ વિરોધી કેમ છે? તમારા મંત્રીઓ હિંદુ ધર્મ વિરુદ્ધ શપથ લઈ રહ્યા છે અને લોકોને પણ આપી રહ્યા છે.
મનોજ તિવારીએ કહ્યું કે આ હિંદુ અને બૌદ્ધ ધર્મનું અપમાન છે. તમારા મંત્રીઓ તોફાનો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને તાત્કાલિક પાર્ટીમાંથી હટાવી દેવા જોઈએ. તિવારીએ કહ્યું કે અમે તેમની સામે ફરિયાદ નોંધી રહ્યા છીએ.
તે જ સમયે, દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આ વીડિયો વિશે કહ્યું કે કેજરીવાલના મંત્રી રાજેન્દ્ર ગૌતમે જે રીતે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે તે નિંદનીય છે અને તેને તેની સજા મળવી જોઈએ. આમ આદમી પાર્ટીનો ઈતિહાસ હંમેશા નફરત ફેલાવવાનો અને હિંદુ ધર્મના અપમાનનો રહ્યો છે.


