Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

..અને કેજરીવાલે મોદી સરકારને કહ્યું..THANK YOU..!

કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અવાર નવાર કોઇને કોઇ મુદ્દા પર ઘર્ષણ ચાલતું રહે છે. જો કે શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) નરેન્દ્ર મોદી (Narendra Modi)સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) પર ખુશ થઇ ગયા અને તેમને થેંક્યું કહી દીધું હતું.. કેન્દ્ર સરકારે દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)ના 4500 કર્મચારીઓને કાયમી કરી દીધા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહ દà
  અને કેજરીવાલે મોદી સરકારને કહ્યું  thank you
Advertisement
કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અવાર નવાર કોઇને કોઇ મુદ્દા પર ઘર્ષણ ચાલતું રહે છે. જો કે શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) નરેન્દ્ર મોદી (Narendra Modi)સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) પર ખુશ થઇ ગયા અને તેમને થેંક્યું કહી દીધું હતું.. કેન્દ્ર સરકારે દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)ના 4500 કર્મચારીઓને કાયમી કરી દીધા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પત્રમાં આપેલી માહિતીનો ખુલાસો કરતા ખુશી વ્યક્ત કરી છે.
કેજરીવાલે ગૃહ મંત્રીનો આભાર માન્યો 
ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરતા કેજરીવાલે કહ્યું કે કાયમી નોકરી આ હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. તેમણે કહ્યું, 'સરકારનું કામ તેમના કર્મચારીઓ અને જનતાનું ધ્યાન રાખવાનું છે. આ કર્મચારીઓની નોકરી સુનિશ્ચિત કરવા બદલ હું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આભારી છું. કેજરીવાલે ટ્વીટ કર્યું, 'NDMCના 4,500 RMR કર્મચારીઓને કાયમી કરવા માટે તેમની સાથે લાંબો સંઘર્ષ કર્યો.. આખરે MHAએ તેમની પુષ્ટિ કરી. આ માટે કેન્દ્ર સરકારનો આભાર. તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન.
કેન્દ્ર સરકારે આપી મંજૂરી
2019 માં, NDMC એ આ કર્મચારીઓની પુષ્ટિ કરવા માટે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો અને તેને મંજૂરી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. હવે કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એવા સમયે મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે જ્યારે અધિકારોને લઈને બંને વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને તરફથી એકબીજા પર તીક્ષ્ણ શબ્દોના વાકબાણ ચલાવામાં આવી રહ્યા છે.  
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×