Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતની ખુશી પટેલ બની મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ

યુનાઈટેડ કિંગડમમાં બાયોમેડિકલનો અભ્યાસ કરતી ખુશી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022નો ખિતાબ જીત્યો છે. તેણે  24 જૂન, 2022ના રોજ આ ખિતાબ પોતાને નામ કર્યો છે. તમને જણાવી દઈએ કે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ વિદેશમાં સૌથી લોંગેસ્ટ ભારતીય સ્પર્ધા છે. ખુશી મૂળ ગુજરાતની છે. આ રહ્યાં રનર અપ મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ સ્પર્ધામાં અમેરિકાની વૈદેહી ડોંગરે રનર અપ અને શ્રુતિકાએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું
ગુજરાતની ખુશી પટેલ બની મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ
Advertisement
યુનાઈટેડ કિંગડમમાં બાયોમેડિકલનો અભ્યાસ કરતી ખુશી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022નો ખિતાબ જીત્યો છે. તેણે  24 જૂન, 2022ના રોજ આ ખિતાબ પોતાને નામ કર્યો છે. તમને જણાવી દઈએ કે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ વિદેશમાં સૌથી લોંગેસ્ટ ભારતીય સ્પર્ધા છે. ખુશી મૂળ ગુજરાતની છે. 
આ રહ્યાં રનર અપ 
મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ સ્પર્ધામાં અમેરિકાની વૈદેહી ડોંગરે રનર અપ અને શ્રુતિકાએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ, 2022માં ભાગ લેનાર 12 ટોપની સ્પર્ધકો વિશ્વ સ્તરે અન્ય વિવિધ સ્પર્ધાઓના વિજેતા હતા.
ખુશી ઘણાં ચેરિટી શો કરશે  
ખુશી પટેલ યુકેમાં બાયોમેડિકલ સાયન્સમાં મેજર અને સાયકોલોજીનો અભ્યાસ કરી રહી છે. સાથે જ તેની કપડાંની દુકાન પણ છે. ખુશી પટેલે કહ્યું કે તે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022 સ્પર્ધા જીતીને ખૂબ જ ખુશ છે. આગામી વર્ષોમાં તે ઘણા ચેરિટી કાર્યક્રમો કરશે અને ત્રીજા વિશ્વ (ગરીબ દેશો) દેશોને મદદ કરવાની યોજના ધરાવે છે. 

રોશની રઝાક મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ બનશે
ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી (IFC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગયાનાની રોશની રઝાકને મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022 જાહેર કરવામાં આવી છે. બીજી તરફ, યુએસની નવ્યા પિંગોલ ફર્સ્ટ રનર અપ રહી હતી જ્યારે સુરીનામની ચિકિતા માલાહા સેકન્ડ રનર અપ રહી હતી.  IFC છેલ્લા 29 વર્ષથી આ સ્પર્ધાનું આયોજન કરે છે.

ત્રણ વર્ષ બાદ આ સ્પર્ધા યોજાઈ
મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022 સ્પર્ધાનું આયોજન ત્રણ વર્ષ બાદ કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાની છેલ્લી ઇવેન્ટ સપ્ટેમ્બર 2019માં મુંબઈની લીલા હોટેલમાં યોજાઈ હતી. 
Tags :
Advertisement

.

×