લગ્ન માટે જેસલમેર પહોંચ્યા કિયારા અને સિદ્ધાર્થ,જુઓ video
બોલિવૂડ કલાકારો કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ભલે તેમના લગ્નની પુષ્ટિ કરી ન હોય, પરંતુ સોશિયલ મીડિયા પર કપલના ખાસ દિવસ વિશે વાત કરવામાં આવી રહી છે. લગ્નના સ્થળથી લઈને મેનુ સુધી ચર્ચાઓ ચાલી રહી છે, હવે એવી વાત સામે આવી છે કે સેલિબ્રિટી મહેંદી આર્ટીસ્ટ વીણા નાગડા કિયારા અડવાણીના હાથ પર સિદ્ધાર્થ મલ્હોત્રાના નામની સુંદર મહેંદી લગાવશે. હાલમાં જ કિયારા અડવાણી અને સિદ્ધાર્
Advertisement
બોલિવૂડ કલાકારો કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ભલે તેમના લગ્નની પુષ્ટિ કરી ન હોય, પરંતુ સોશિયલ મીડિયા પર કપલના ખાસ દિવસ વિશે વાત કરવામાં આવી રહી છે. લગ્નના સ્થળથી લઈને મેનુ સુધી ચર્ચાઓ ચાલી રહી છે, હવે એવી વાત સામે આવી છે કે સેલિબ્રિટી મહેંદી આર્ટીસ્ટ વીણા નાગડા કિયારા અડવાણીના હાથ પર સિદ્ધાર્થ મલ્હોત્રાના નામની સુંદર મહેંદી લગાવશે. હાલમાં જ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેસલમેર પહોંચ્યા છે.
Advertisement
લગ્ન માટે જેસલમેર પહોંચી કિયારા અડવાણી
બોલિવૂડ સ્ટાર કિયારા અડવાણી ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. એક્ટ્રેસ કિયારા અડવાણી પણ તેના ગ્રાન્ડ ઈન્ડિયન વેડિંગ માટે રાજસ્થાનના જેસલમેર પહોંચી ગઈ છે. જ્યાં એક્ટ્રેસના લગ્ન ધૂમધામથી સૂર્યગઢ પેલેસમાં થવાના છે. હવે એક્ટ્રેસ રાજસ્થાનના જેસલમેર એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં એક્ટ્રેસ તેના મિત્ર અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે લગ્નના ફંક્શન માટે પહોંચી છે. કિયારાના ફેસ પર ગ્લો જોવા મળે છે.
Advertisement
કલરફુલ ચશ્મા પહેરેલી જોવા મળી કિયારા અડવાણી
એક્ટ્રેસ કિયારા અડવાણી તેના લગ્નના 2 દિવસ પહેલા રાજસ્થાનના જેસલમેર એરપોર્ટ પર પહોંચી ગઈ છે. જ્યાંથી એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દુલ્હન બનતા પહેલા એક્ટ્રેસ કિયારા અડવાણીએ સફેદ સૂટ સાથે ખૂબ જ સુંદર ગુલાબી રંગની શાલ પહેરી હતી
6 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવા માટે તૈયાર છે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવા માટે તૈયાર છે. તેઓએ આ પહેલા ક્યારેય તેમના લગ્ન અથવા સંબંધ વિશે કંઈપણ કહ્યું નથી. પરંતુ લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થઈ રહ્યા છે. કપલે મહેમાનો માટે લગભગ 80 રૂમ બુક કરાવ્યા હોવાનું કહેવાય છે. રિપોર્ટ મુજબ આ કપલે રામ ચરણ, કરણ જોહર, શાહિદ કપૂર, વરુણ ધવન, ઈશા અંબાણી, મનીષ મલ્હોત્રા, સલમાન ખાન અને અન્ય ઘણા મોટા સ્ટાર્સને આમંત્રણ આપ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


