કિંજલ દવેના આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ! બ્રહ્મ સમાજના બહિષ્કાર સામે કાજલ હિંદુસ્તાનીનું જોરદાર સમર્થન
- જાણીતા સિંગર Kinjal Dave ના આંતરજ્ઞાતીય લગ્નને લઈને વિવાદ
- કાજલ હિંદુસ્તાની આવ્યા સિંગર કિંજલ દવેના સમર્થનમાં
- બ્રહ્મ સમાજે કિંજલ દવેને સમાજમાંથી કર્યા છે બહિષ્કૃત
- કિંજલ દવેએ આંતરજ્ઞાતીય લગ્ન કરતા બ્રહ્મ સમાજે કર્યો છે વિરોધ
Kinjal Dave's inter-caste marriage controversy : ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ લાંબા સમયના મિત્ર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઇ કરતા આંતરજ્ઞાતીય લગ્નને લઈને વિવાદ સર્જાયો છે. આ સંબંધને કારણે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ ગુસ્સો થયો છે અને તાજેતરમાં કાંકરેજના શિહોરી ખાતે મળેલી બેઠકમાં કિંજલ દવેના પિતા લલિત દવે સહિત પરિવારને સમાજમાંથી બહિષ્કૃત કરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેટલાક લોકો સમાજના ઠેકેદાર બની બેઠા છે : કાજલ હિન્દુસ્તાની
આ સામાજિક બહિષ્કારના નિર્ણય સામે રાષ્ટ્રીય હિન્દુવાદી નેતા કાજલ હિંદુસ્તાની કિંજલ દવેના સમર્થનમાં આવ્યા છે. તેમણે બ્રહ્મ સમાજના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, "આપણે દેશમાં જાતિવાદ દૂર કરવા મહેનત કરીએ છીએ, ત્યારે કેટલાક લોકો સમાજના ઠેકેદાર બની બેઠા છે." તેમણે સ્પષ્ટ શબ્દોમાં સવાલ કર્યો હતો કે, "જો યુવક હિંદુ છે, તો પછી સમાજને શું વાંધો છે? જો યુવક હિંદુ છે, તો પછી જાતિવાદ શું કામ?" કાજલ હિંદુસ્તાનીએ આ સમગ્ર વિરોધને હિંદુ ધર્મમાં પ્રવર્તતા આંતરિક જાતિવાદનું ઉદાહરણ ગણાવ્યું હતું, જેના કારણે પરંપરાગત સમાજ અને આધુનિક યુગના યુવાનોના વ્યક્તિગત નિર્ણયો વચ્ચેનો સંઘર્ષ સપાટી પર આવ્યો છે.
આ પણ વાંચો : જાણીતા સિંગર Kinjal Dave ના આંતરજ્ઞાતીય લગ્નને લઈને વિવાદ! સમર્થનમાં આવ્યા કાજલ હિંદુસ્તાની


