National Unity Day : સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ પર PM મોદીએ જાણો શું કહ્યું
- સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ
- PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરી પુષ્પાંજલિ
- એકતાનગર ખાતે વિવિધ રાજ્યોની પોલીસની પરેડ યોજાઈ
- એકતા પરેડમાં વડાપ્રધાન મોદીએ ઝીલી સલામી
- 'એકત્વ' થીમ આધારિત 10 ટેબ્લોઝ પ્રસ્તુત કરાયા
- સરદાર પટેલે ભારતના ભવિષ્યને આકાર આપ્યોઃ PM મોદી
- સરદાર પટેલનું જીવન જનસેવાને સમર્પિતઃ PM મોદી
- આજે આપણે સૌ એક મહાન ક્ષણના સાક્ષી બન્યાઃ PM મોદી
National Unity Day : આજે સમગ્ર દેશમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, જેને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઓળખવામાં આવે છે. સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેમણે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને શ્રદ્ધાંજલિ પાઠવી. આજના દિવસે દેશભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે, જે એકતાના સંદેશને મૂર્તિમંત કરે છે. કેવડિયા ખાતે પરેડ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું, જે એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સમર્પિત છે.
PM મોદીએ શું કહ્યું?
વિશાળ જનમેદનીને સંબોધતા PM મોદીએ કહ્યું, "સરદાર પટેલની 150મી જન્મજયંતિના આ ઐતિહાસિક પ્રસંગે, એકતા નગરમાં આ દિવ્ય સવારે... આજે આપણે બધા એક મહાન ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ." તેમણે દેશભરમાં યોજાયેલા 'રન ફોર યુનિટી'માં લાખો ભારતીયોના ઉત્સાહનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "આપણે એક સાથે નવા ભારતનો સંકલ્પ અનુભવી રહ્યા છીએ." વડાપ્રધાને ગઈકાલે સાંજે યોજાયેલી અદ્ભુત પ્રસ્તુતિની પ્રશંસા કરી, જે ભૂતકાળની પરંપરાઓ અને ભવિષ્યની સિદ્ધિઓની ઝલક દર્શાવે છે. આ ઐતિહાસિક અવસરે, સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક સ્મારક સિક્કો અને એક ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી, જેણે આ ઉજવણીને વધુ વિશેષ બનાવી દીધી હતી.
આ પણ વાંચો : '15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેવું જ એકતા દિવસનું મહત્વ' - PM મોદી


