Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દયા ભાભીની સંપત્તિ જાણીને તમે પણ ચોક્કસ કહેશો 'ઓ મા માતાજી'

ટેલિવિઝનની દુનિયાનો સૌથી વધુ  લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. સોની સબ ટી.વી પર આવતો આ શો 2008થી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દરેક પાત્ર પોતાનામાં ખાસ છે. જેઠાલાલ, ચંપક ચાચા, આત્મારામ ભીડે, બબીતા ​જી, પોપટલાલ કે ટપ્પુ સેના આ તમામ પાત્રોની આ શોમાં એક અલગ ઓળખ છે.  ફોટો જોઈને લાગી રહ્યું હતું કે તે શોમાં પરત ફરશેઆ શ
દયા ભાભીની સંપત્તિ જાણીને તમે પણ ચોક્કસ કહેશો  ઓ મા માતાજી
Advertisement
ટેલિવિઝનની દુનિયાનો સૌથી વધુ  લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. સોની સબ ટી.વી પર આવતો આ શો 2008થી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દરેક પાત્ર પોતાનામાં ખાસ છે. જેઠાલાલ, ચંપક ચાચા, આત્મારામ ભીડે, બબીતા ​જી, પોપટલાલ કે ટપ્પુ સેના આ તમામ પાત્રોની આ શોમાં એક અલગ ઓળખ છે. 
 
ફોટો જોઈને લાગી રહ્યું હતું કે તે શોમાં પરત ફરશે
આ શોમાં એક પાત્ર એવું પણ છે, જેની ઈમેજ દર્શકોના દિલમાં એવી તો વસી ગઈ છે કે દર્શકો તેને ભૂલી નથી શક્યાં. છેલ્લાં ઘણાં સમયથી જો દર્શકોને સિરિયલમાં  કંઇક ખૂટી રહ્યું હોય તો તે છે. દયાભાભી . આ શોમાં એક પાત્ર પણ છે. આ  શોના આટલા વર્ષો પછી પણ દર્શકો દયાબેનને એટલો જ પ્રેમ કરે છે.  જો કે પ્રસૂતિ રજા પછી દયાબેન હજુ સુધી શોમાં પાછા નથી આવ્યા, શો દયા ભાભી વગર જ આગળ ચાલી રહ્યો છે. 
હજુ પણ દર્શકોને તેના કમબેકની આશા છે. હાલમાં જ દિશાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો અપલોડ કર્યો હતો, જેને જોઈને લાગી રહ્યું હતું કે તે શોમાં પરત ફરશે. આ તસવીરમાં દિશા તેના ઓનસ્ક્રીન ભાઈ સુંદરલાલ સાથે હોળી રમતી જોવા મળી રહી છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું- હોળી આવી રહી છે. ફોટો જોઈને  ફેન્સને આશા છે કે તે શોમાં પાછી ફરશે.  

દિશા વાકાણીની સંપત્તિ કરોડોમાં 
આજે અમે તેમને દયાબેનની સંપત્તિ વિશે જો વાત કરવામાં આવે તો તેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. આ સાંભળીને તમે પણ ચોક્કસ 'ઓ માતાજી' કહેવા લાગશો.  મળતી માહિતી મુજબ દયાબેન એટલે કે દિશા વાકાણીની સંપત્તિ કરોડોમાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડ માટે  દિશાને 1 થી 1.5 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતાં અને વર્ષ 2017 માં તેને દર મહિને લગભગ 20લાખ રૂપિયા આપવામાં આવતાં હતાં. આજે દિશા 37 કરોડની સંપત્તિની માલિક છે. રિપોર્ટ્સ અનુસાર દિશા પાસે  BMWની ગાડી પણ છે. 

2015માં બિઝનેસમેન મયુર પડિયા સાથે લગ્ન કર્યા
દિશા વાકાણી એક થિયેટર આર્ટિસ્ટ છે. તેણે વર્ષ 2015માં બિઝનેસમેન મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા.  2017માં દિશાએ દીકરીને જન્મ આપ્યો હતો. આ શો સિવાય દિશાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં દેવદાસ, મંગલ પાંડે, જોધા અકબર  જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. 
Advertisement
Tags :
Advertisement

.

×