kuber Dindor સાહેબની જાતે ખાડા પુરવાની સલાહ, જનતા ઉકળી રાજીનામું માંગી લીધું!
પંચમહાલનાં ગોધરા ખાતે સંપૂર્ણતા સન્માન સમારોહ દરમિયાન, મંત્રી કુબેર ડીંડોર એવું નિવેદન આપ્યું જે પછી ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
Advertisement
Panchmahal : રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં થોડો વરસાદ પડે કે રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ જાય છે અને મસમોટા ખાડા પડી જાય છે. આ સમસ્યા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન નાગરિકો સામે આવતી હોય છે. પરંતુ, તેમ છતાં આ સમસ્યા અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ત્યારે આ સમસ્યા અંગે પંચમહાલનાં ગોધરા ખાતે યોજાયેલ સંપૂર્ણતા સન્માન સમારોહ દરમિયાન, મંત્રી કુબેર ડીંડોર (Kuber Dindor) એવું નિવેદન આપ્યું જે પછી ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
Advertisement


