Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બનાસકાંઠાની જળવ્યવસ્થાપન અને વિતરણ પ્રણાલીનો તાગ મેળવતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ (Kuvarji Bawalia) ગુરુવારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઈ જિલ્લામાં ચાલી રહેલી જળ વ્યવસ્થાપન અને વિતરણ પ્રણાલીનો તાગ મેળવી નાની મોટી સિંચાઈ યોજનાઓ, નિર્માણાધિન ચેક ડેમો અને કેનાલોમાં હાલ ચાલી રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમજ ગુણવત્તાસભર કામગીરી થાય તે માટે ખાસ તાકીદ કરી હતી. આગામી ઉનાળાના સમય દરમિયાન બનાસકાંઠા જિ
બનાસકાંઠાની જળવ્યવસ્થાપન અને વિતરણ પ્રણાલીનો તાગ મેળવતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Advertisement
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ (Kuvarji Bawalia) ગુરુવારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઈ જિલ્લામાં ચાલી રહેલી જળ વ્યવસ્થાપન અને વિતરણ પ્રણાલીનો તાગ મેળવી નાની મોટી સિંચાઈ યોજનાઓ, નિર્માણાધિન ચેક ડેમો અને કેનાલોમાં હાલ ચાલી રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમજ ગુણવત્તાસભર કામગીરી થાય તે માટે ખાસ તાકીદ કરી હતી. આગામી ઉનાળાના સમય દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં લોકોને પીવાના અને સિંચાઈ માટેના પાણીની સમસ્યાનો કોઇપણ રીતે સામનો ન કરવો પડે તે માટે જિલ્લાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા.
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાને પાણીદાર જિલ્લો બનાવવા સરકાર દ્વારા સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જિલ્લાના ભૂગર્ભ જળ ભંડારો સમૃધ્ધ બને, જિલ્લામાં પાણીની તંગી ન વર્તાય અને પીવાના તેમજ સિંચાઈના પાણીની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ બને એ માટે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સીપુ સુધારણા પાણી પુરવઠા યોજના- ખેંગારપુરા, થરાદ ખાતે ફિલ્ટર પ્લાન્ટ તથા હેડ વર્કસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આજરોજ પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જિલ્લાના દાંતીવાડા ડેમ, રામસણ- થરાદ-સીપુ ડેમની પાઇપલાઇન, સીપુ સુધારણા પાણી પુરવઠા યોજના-ફિલ્ટર પ્લાન્ટ તથા હેડ વર્કસ, થરાદ તાલુકાના ખેંગારપુરા ખાતે તેમજ આખોલ પાણી પુરવઠા યોજનાનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિવિધ કેનાલની કામગીરી, ડીસિલટિંગ અને ચેકડેમોની મરામત, મિકેનિકલ વર્ક સહિતની કામગીરીની જાણકારી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના  અધિકારીઓ પાસેથી મેળવી  કેનાલ તેમજ અન્ય સરકારી જળ સ્ત્રોત પર કોઈપણ પ્રકારની પાણી ચોરી ન થાય તેમ જ તેની યોગ્ય જાળવણી થાય તે માટે અધિકારીઓને યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.
મંત્રી જિલ્લામાં પાણી પુરવઠાના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટો અને જળ વ્યવસ્થાપન વિતરણના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. મંત્રી ની વિવિધ જળ સાઇટોની મુલાકાત પ્રસંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ એ સિંચાઈ યોજનાની કામગીરી સંદર્ભે વિવિધ ટેકનિકલ પ્રશ્નોની મંત્રી સાથે ચર્ચા કરી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિનો ચિતાર પૂરો પાડ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×