Jamnagar માં લાડુ સ્પર્ધા, 11 મહિલા-18 બાળકો-30 પુરુષોએ લીધો ભાગ
- Jamnagar માં યોજાઈ અનોખી લાડું આરોગવાની સ્પર્ધા
- બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા યોજવામાં આવી સ્પર્ધા
- છેલ્લા 17 વર્ષથી સ્પર્ધા કરવામાં આવે છે આયોજન
- 11 મહિલા 18 બાળકો 30 પુરુષોએ સ્પર્ધામાં ભાગ લીધો
- 100 ગ્રામ વજનનો એક લાડું બનાવવામાં આવ્યો
- આ સ્પર્ધામા 15 મિનિટ જેટલો સમય રાખવામાં આવ્યો
- પુરુષોમાં 9 લાડું ખાઈને નાનજીભાઈ મકવાણા પ્રથમ નંબર
- સ્ત્રીઓમાં 7 લાડું ખાઈને પદમીબેન ગજેરા પ્રથમ નંબર
Laddu Eating Competition in Jamnagar : જામનગર શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન અવસર પર બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા સતત 17મા વર્ષે અનોખી લાડું આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જામનગર ઉપરાંત ખંભાળિયા, પોરબંદર અને રાજકોટમાંથી કુલ 59 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો. બાળકો, મહિલાઓ અને પુરુષો એમ ત્રણ વિભાગોમાં યોજાયેલી આ સ્પર્ધામાં દરેકને ઘઉંનો લોટ, દેશી ગોળ, જાયફળ, ખસખસ, ડ્રાયફ્રૂટ્સ અને શુદ્ધ ઘી વડે બનેલા 100 ગ્રામ વજનના લાડુ સાથે દાળ પીરસવામાં આવી હતી અને 15 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.
બાળકોના વિભાગમાં નકશ હરેશભાઈ હિંડોચાએ ચાર લાડુ ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે રીશીત વિપુલભાઈ આચાર્ય સાડા ત્રણ લાડુ સાથે બીજા સ્થાને અને વ્યોમ ધવલભાઈ વ્યાસ અઢી લાડુ સાથે ત્રીજા સ્થાને રહ્યા. મહિલાઓના વિભાગમાં પદ્મિનીબેન ગજેરાએ સાત લાડુ આરોગીને વિજેતા બન્યા, પ્રેમિલાબહેન વોરા સાડા છ લાડુ સાથે બીજા અને જાગૃતીબહેન હરણીયા સાડા પાંચ લાડુ સાથે ત્રીજા સ્થાને રહ્યા. પુરુષોના વિભાગમાં નવીનભાઈ હમીરભાઈ મકવાણાએ નવ લાડુ ખાઈને પ્રથમ ક્રમ મેળવ્યો, જેઠાભાઈ ગોવિંદભાઈ રાઠોડ આઠ લાડુ સાથે બીજા સ્થાને અને શૈલેષભાઈ ગોવિંદભાઈ વૈષ્ણવ છ લાડુ સાથે ત્રીજા સ્થાને રહ્યા. સ્પર્ધાના અંતે તમામ વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે સંસ્થાના પ્રમુખ આનંદભાઈ દવે અને તેમની ટીમે આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો : Jamnagar માં યોજાઈ અનોખી લાડું આરોગવાની સ્પર્ધા, જાણો કોણે બાજી મારી


