મહેસાણાની દૂધસાગર ડેરીમાં 'લાફા'કાંડ! ચેરમેન અશોક ચૌધરી પર થયો મોટો આરોપ
મહેસાણા દૂધ સાગર ડેરીમાં રાજકારણ ગરમાયું છે. મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયો હતો. ચેરમેન અશોકભાઈ ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. વાઈસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ચેરમેન અશોક ચૌધરી સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચી અરજી આપી હતી. જ્યારે ચેરમેનને પ્રશ્ન પૂછતાં ચેરમેન દ્વારા લાફો માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ભાજપના મેન્ડેડથી બન્યા છે ચેરમેન અને વાઈસ ચેરમેન.
વાઈસ ચેરમેનને લાફો મારવાના આક્ષેપ મામલે ચેરમેન અશોકભાઈ ચૌધરીએ ખુલાસો કર્યો હતો કે, સત્તા પરિવર્તન થયા પછી ડેરીનો વિકાસ થયો છે. પારદર્શકતા સાથે વહીવટ કરાઈ રહ્યો છે. છેલ્લા સાડા ચાર વર્ષતી ડેરીના સુલભ અને કુશળ વહીવટથી પશુપાલકો ખુશ છે. મારા પર કરાયેલ આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે. વાઈસ ચેરમેન જે પ્રશ્નો લઈને આવ્યા હતા અમે તેમને સાંભળ્યા અને તેનો જવાબ પણ આપ્યો છે. વાઈસ ચેરમેન યોગેશ પટેલ બોર્ડ મિટિંગ પહેલા જ ડિરેક્ટરોને આજે ઝઘડો કરવાના છે તેવું કીધું હતું. યોગેશ પટેલ દ્વારા ઉગ્ર બની અસભ્ય વર્તન કર્યું હતું. અમે તેમને સમજાવ્યા અને તે જાતે બોર્ડ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા. લાફો મારવાનો આક્ષેપ પાયા વિહોણો છે. તે વાતાવરણ ડોહળવાજ આવ્યા હતા.


