Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લખમણ

લખમણ લમણે હાથ દઈ બેસી ગયો. હરખ સાથે આવેલાં અને બમણા હરખથી દીકરી જોઈને ગયેલાં સંબંધીઓનો આવો પ્રત્યુત્તર આવશે એની તો તેને કલ્પનાયે ક્યાંથી હોય?પાંચ હાથ પૂરી, માસ્ટર ડીગ્રી સુધીનો અભ્યાસ ને પિતા પાસે સવાયા લાડથી ઉછરેલી દીકરીને આનાથી સારું પાત્ર વળી ક્યાં મળવાનું હતું!કરિયાવર માગ્યો હોત તો વ્યાજવા લાવીને પણ આપી દેત..દાગીના માગ્યા હોત તો જાત વેંચીને પણ ઘડાવી દેત પણ આવી શરત? અને એ પણ કà«
લખમણ
Advertisement
લખમણ લમણે હાથ દઈ બેસી ગયો. હરખ સાથે આવેલાં અને બમણા હરખથી દીકરી જોઈને ગયેલાં સંબંધીઓનો આવો પ્રત્યુત્તર આવશે એની તો તેને કલ્પનાયે ક્યાંથી હોય?
પાંચ હાથ પૂરી, માસ્ટર ડીગ્રી સુધીનો અભ્યાસ ને પિતા પાસે સવાયા લાડથી ઉછરેલી દીકરીને આનાથી સારું પાત્ર વળી ક્યાં મળવાનું હતું!
કરિયાવર માગ્યો હોત તો વ્યાજવા લાવીને પણ આપી દેત..દાગીના માગ્યા હોત તો જાત વેંચીને પણ ઘડાવી દેત પણ આવી શરત? અને એ પણ કેટલી હળવાશથી કહી દીધું કે ગામ વચાળે નવી બંધાયેલી વાડીમાં પ્રસંગ કરી દેવાનો! 
લખમણ "વાસ" અને "વાડી" વચ્ચેનું અંતર બરાબર જાણતો હતો.
"પણ અમારા સંબંધીઓ કેટલાક તો વિદેશથી આવશે. એ વાડી સિવાય નહીં સચવાય."
એક બાજુ દીકરીનું ભવિષ્ય અને બીજીબાજુ અપમાનની ભીતિ.
પણ તોયે પરિવારજનોના આગ્રહથી લખમણ સોસાયટીના પ્રમુખને મળ્યો. હાથ જોડી જમીન પર બેઠા બેઠા સઘળી વાત કરી.
પ્રમુખે હૈયાધારણા આપતા કહ્યું, "કંઈક કરીશું. ફિકર ન કરતો. તું તૈયારી તો કરવા માંડ." ને ઘસડાતા પગે કચેરી સુધી આવેલા લખમણને જાણે પાંખો ફૂટી. તે ઘર તરફ ભાગ્યો ને તૈયારીમાં પડ્યો.
વાજતગાજતે જાન આવી. વિધિ શરૂ થઈ. કન્યાદાન  ની વેળા આવી અને અચાનક પ્રમુખસાહેબે વિધિ અટકાવવાનો ઈશારો કર્યો. લખમણનું હૈયું ધબકારો ચૂકી ગયું.
ત્યાં ચાર-પાંચ યુવાનો આવી પહોંચ્યા. દરેકે માથે કંઈ ને કંઈ સામાન ઊંચકેલો. 
"લે લખમણ..આપણી દીકરીને ભેટમાં આપવાની વસ્તુઓ." ને પછી સાહેબ પોતે એક પછી એક યુવાનોના માથેથી સામાન ઉતારવા લાગ્યા. લખમણના આશ્ચર્યનો પાર ન હતો. તેની અને સાહેબની આંખો મળી. બંનેની આંખોમાં અનેક કહાનીઓ ડોકાઈ રહી હતી.
પ્રમુખ મનોમન બોલ્યા, "લખમણ, માથે ચડેલું ઋણ માથેથી જ ઉતરી શકે ને!"
-ભારતીબેન ગોહિલ
Tags :
Advertisement

.

×