Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : લલિત કગથરાએ સ્વ.વિજય રુપાણીના પરિજનોની લીધી મુલાકાત

અમદાવાદ ખાતે થયેલ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થતા કોંગ્રેસના નેતા લલિત કગથરાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
Advertisement

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા ભારતીય જનતા પાર્ટી સહિત પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. કોંગ્રેસ નેતા લલિત કગથરાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમજ તેઓએ જણાવ્યું હતું કે, મારા ઘરના કોઈ સભ્ય ગયા હોય તેવુ મને દુઃખ છે. વિજયભાઈ રાજકીય કિન્નાખોરી વગરના માણસ હતા. વિજયભાઈ જ્યારે પેટા ચૂંટણી લડતા ત્યારે તેમને ચૂંટણી હરાવવા અમે પુરો પ્રયાસ કરતા હતા. તેમ છતાં પણ જ્યારે તેમને મળવા જતા ત્યારે અમને કોઈ સંકોચ ન રહેતો. તેમજ ચૂંટણી સમયે સામે હોવાથી છતાં સામાજિક રીતે ખૂબ જ નજીક હતા.

લલિત કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે પણ આશીર્વાદ લેવા જતા હતા. રાજકીય રીતે સામે હોવાછી છતાં સામાજિક રીતે ખૂબ જ નજીક હતા. અમે પહેલા ભાજપમાં સાથે હતા. મને અને મારા વાઈફને પણ કોર્પોરેશનની ચૂંટણી લડવામાં ભાજપમાં હતા ત્યારે મદદ કરી હતી. બાદમાં અમે શંકરસિંહ સાથે અમે જતા રહ્યા અને ત્યાર બાદ અમે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. જો કે અમારા સબંધોમાં ક્યારેય કોઈ ખોટ પડી ન હતી. મારા ઘરે દુઃખદ પ્રસંગ બન્યો હતો. તે સમયે મુખ્યમંત્રી હોવા છતાં બે કલાક સુધી મારા ઘરે રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×