લાલુ પ્રસાદ યાદવને 13 વર્ષ જુના કેસમાં કોર્ટે ફટકાર્યો આટલો દંડ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુસિબતમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આજે પલામુ આચાર સંહિતા ભંગના કેસમાં કોર્ટમાં તેઓ હાજર થયા હતા. કોર્ટમાં હાજર થયા બાદ તેમણે સ્પષ્ટપણે પોતાની ભૂલ સ્વીકારી. જ્યારે લાલુ પ્રસાદ યાદવે પોતાનો ગુનો કબૂલ્યો ત્યારે કોર્ટે પણ તેમને 6,000 રૂપિયાનો મામૂલી દંડ ફટકાર્યો છે. આ મામલો 13 વર્ષ જુનો (2009)નો છે, જ્યાં તેમનું હેલિકોપ્ટર નિર્ધારિત જàª
Advertisement
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુસિબતમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આજે પલામુ આચાર સંહિતા ભંગના કેસમાં કોર્ટમાં તેઓ હાજર થયા હતા. કોર્ટમાં હાજર થયા બાદ તેમણે સ્પષ્ટપણે પોતાની ભૂલ સ્વીકારી. જ્યારે લાલુ પ્રસાદ યાદવે પોતાનો ગુનો કબૂલ્યો ત્યારે કોર્ટે પણ તેમને 6,000 રૂપિયાનો મામૂલી દંડ ફટકાર્યો છે.
આ મામલો 13 વર્ષ જુનો (2009)નો છે, જ્યાં તેમનું હેલિકોપ્ટર નિર્ધારિત જગ્યાએ લેન્ડિંગને બદલે સીધું સભા સ્થળમાં લેન્ડ થયું હતું. આ પછી, તેમની વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો હતો. આજે હાઈકોર્ટના વકીલ પ્રભાત કુમાર સિંહે કોર્ટમાં લાલુ પ્રસાદ યાદવ વતી દલીલ કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે, લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ 2009માં ગઢવા જિલ્લામાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ જામીન પર બહાર હતા, જેના પર કોર્ટે તેમના પર 6,000 રૂપિયાનો દંડ લગાવ્યો છે.
મહત્વનું છે કે, આ કેસ 2009ની ઝારખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગઢવા જિલ્લામાં નોંધવામાં આવ્યો હતો, જેનો કેસ સ્પેશિયલ કોર્ટ પલામુમાં ચાલી રહ્યો હતો. આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ મેજિસ્ટ્રેટ સતીશ કુમાર મુંડાની કોર્ટમાં હાજર થયા હતા. આ કેસમાં હાજર થવા માટે લાલુ યાદવ છેલ્લા ત્રણ દિવસથી પલામુના સર્કિટ હાઉસમાં રોકાયા હતા.
Advertisement


