Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્વ.રાજ કપૂરની ફિલ્મ 'આવારા' કોમન મેનને કેન્દ્રમાં રાખી બનાવાઇ હતી

ફિલ્મી ગીતોની અપાર લોક ચાહનાની વાત કરી રહ્યા છીએ ત્યારે ભારતીય ફિલ્મ જગતના શોમેન ગણાતા સ્વ.રાજ કપૂરની લગભગ બધી જ ફિલ્મોના ગીતો વિશે અને તેની લોકપ્રિયતા વિશે વાત કરી શકાય, કારણ કે ફિલ્મ નિર્માતા તરીકે સ્વ.રાજ કપૂરની પાસે સંગીતની પોતાની આગવી સુઝ હતી એટલે એમની ફિલ્મોના બધા જ ગીતો એમના સંગીતકાર સાથેના મૈત્રીપૂર્ણ સમન્વયથી મધુર અને યાદગાર બન્યા છે.આજે વાત કરીએ તેમની ALL TIME GREAT ફિલ્મ “આવ
સ્વ રાજ કપૂરની ફિલ્મ  આવારા  કોમન મેનને કેન્દ્રમાં રાખી બનાવાઇ હતી
Advertisement
ફિલ્મી ગીતોની અપાર લોક ચાહનાની વાત કરી રહ્યા છીએ ત્યારે ભારતીય ફિલ્મ જગતના શોમેન ગણાતા સ્વ.રાજ કપૂરની લગભગ બધી જ ફિલ્મોના ગીતો વિશે અને તેની લોકપ્રિયતા વિશે વાત કરી શકાય, કારણ કે ફિલ્મ નિર્માતા તરીકે સ્વ.રાજ કપૂરની પાસે સંગીતની પોતાની આગવી સુઝ હતી એટલે એમની ફિલ્મોના બધા જ ગીતો એમના સંગીતકાર સાથેના મૈત્રીપૂર્ણ સમન્વયથી મધુર અને યાદગાર બન્યા છે.
આજે વાત કરીએ તેમની ALL TIME GREAT ફિલ્મ “આવારા”ની અને તેના ગીત “આવારા હું...”ગીતે સમગ્ર ફિલ્મને ખભા ઉપર ઊંચકી હતી એટલું જ નહિ પણ ફિલ્મને સફળ પણ બનાવી હતી. ભારતના એક સામાન્ય માણસના સુખ દુ:ખની વાતો એ રાજ કપૂરનો ગમતો વિષય હતો અને એજ શ્રેણીમાં આવેલી ફિલ્મ આવારા આજે જેને આપણે કોમન મેન ગણીએ છીએ તેને કેન્દ્રમાં રાખીને બનાવાઈ હતી. 
ઉપર કહ્યું તેમ આ ફિલ્મના બધા જ ગીતોની સાથે “આવારા હું, યા ગરદીસ મેં આસમાન કા તારા હું”ગીતની લોકપ્રિયતાએ સમગ્ર ભારત વર્ષને ડોલાવી દીધું હતું. ગીતના શબ્દો,શંકર જયકિશનનું અસાધારણ કમ્પોઝીશન તથા સ્વ.મુકેશજીએ જે સજ્જતા અને સહજતાથી એ ગીતને ગાયું હતું અને વળી રાજ કપૂરજીએ એક ચિંથરે હાલ ગરીબ ભારતીયની વેદના વચ્ચે પણ ખુશ રહેવાની ભારતીય કળાને પોતાના અભિનયથી જે રીતે તાદૃશ્ય કરી હતી તે બધી વાતો આ ગીતની અને ફિલ્મની સફળતાનું મહત્વનું કારણ બન્યાં હતાં.
આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહિ પણ રશિયામાં પણ એટલી જ લોકપ્રિય થઈ હતી અને અનેક રશિયન લોકો આ ગીત ગણગણતાં હતા. આજે પણ આ ગીત સાંભળીયે ત્યારે જાણે પહેલીવાર જ સાંભળતા હોઈએ એવી તાજગીનો અહેસાસ થાય છે. જેને ભારતીય સિનેમા જગતની એક ઐતિહાસિક ઘટના તરીકે પણ જોઈ શકાય.
Tags :
Advertisement

.

×