બહાર જેવો ટોમેટો કેચ અપ ઘરે બનાવતા શીખીએ, બગડી ન જાય તે માટે ઉમેરો આ ચીજ
બાળકો અને સૌને ભાવે એવો ટોમેટો કેચપ આજે ઘરે બનાવતા શીખો. સામાન્ય રીતે ઘરે બનાવતા એક આ ડર રહી જાય છે કે તે બગડી જશે તો? તો આજે તમારી એ કમ્પ્લેન પણ દૂર કરી દઈશું. તો ચાલો બહાર જેવો ટોમેટો કેચપ ઘરે બનાવતા શીખીએ..ટોમેટો કેચઅપ બનાવવા માટેની સામગ્રી:500 ગ્રામ લાલ ટામેટા ૧ નંગ ડુંગળી ૩ કળી લસણ ની ૧ નાનો ટુકડો આદુ નો બે મોટી ચમચી વિનેગર મીઠું સ્વાદ મુજબટોમેટો કેચઅપ બનાવવા માટેની રીત :સૌપ્રથમ àª
Advertisement
બાળકો અને સૌને ભાવે એવો ટોમેટો કેચપ આજે ઘરે બનાવતા શીખો. સામાન્ય રીતે ઘરે બનાવતા એક આ ડર રહી જાય છે કે તે બગડી જશે તો? તો આજે તમારી એ કમ્પ્લેન પણ દૂર કરી દઈશું. તો ચાલો બહાર જેવો ટોમેટો કેચપ ઘરે બનાવતા શીખીએ..
ટોમેટો કેચઅપ બનાવવા માટેની સામગ્રી:
500 ગ્રામ લાલ ટામેટા
૧ નંગ ડુંગળી
૩ કળી લસણ ની
૧ નાનો ટુકડો આદુ નો
બે મોટી ચમચી વિનેગર
મીઠું સ્વાદ મુજબ
ટોમેટો કેચઅપ બનાવવા માટેની રીત :
- સૌપ્રથમ એક પેનમાં ટામેટાને મોટા ટુકડામાં સમારી લેવા.
- ત્યારબાદ તેમાં ડુંગળી લસણ આદુ ખાંડ વિનેગર અને મીઠું ઉમેરીને તેને 30 મિનિટ માટે તેનું ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર ટામેટાંને સીજવા દો.
- પાણી બળી જાય એટલે મિશ્રણને ઠંડું કરી મિક્સરમાં લઈને તેને ગ્રાઈન્ડ કરી લો.
- ત્યારબાદ ચારણી મદદ તેને ગાળી લો અને કાચની બોટલમાં ભરીને સ્ટોર કરો.
- તો તૈયાર છે હોમ મૅડ ટોમેટો કેચઅપ..


