Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચલો છોડ દુ કેહવુ યુવકને ભારે પડ્યું ! ટોળાએ શીખવાડ્યો પાઠ

યુવતીઓને રોમિયો દ્વારા પરેશાન કરવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે ત્યારે વડોદરા શહેરમાં આજે રસ્તે એકલી જતી યુવતીની મશ્કરી કરવું એક યુવકને ભારે પડ્યું છે.સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતી એક યુવતીને છેલ્લા ઘણા દિવસોથી એક યુવક પરેશાન કરતો હતો.યુવતી એકલી જ્યાં જાય ત્યાં આ યુવક પીછો કરીને પોહચી જતો અને કોઈને કોઈ રીતે પરેશાન કરતો હતો.àª
ચલો છોડ દુ કેહવુ યુવકને ભારે પડ્યું   ટોળાએ શીખવાડ્યો પાઠ
Advertisement
યુવતીઓને રોમિયો દ્વારા પરેશાન કરવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે ત્યારે વડોદરા શહેરમાં આજે રસ્તે એકલી જતી યુવતીની મશ્કરી કરવું એક યુવકને ભારે પડ્યું છે.સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતી એક યુવતીને છેલ્લા ઘણા દિવસોથી એક યુવક પરેશાન કરતો હતો.યુવતી એકલી જ્યાં જાય ત્યાં આ યુવક પીછો કરીને પોહચી જતો અને કોઈને કોઈ રીતે પરેશાન કરતો હતો.ત્યારે આજે પીડિત યુવતી દ્વારા સમગ્ર મામલે પોતાના પરીવાજનોને જાણ કરાતા ફળિયામાં રહેતા પાડોશીઓ દ્વારા યુવતી ને અવારનવાર પરેશાન કરતા યુવકને મેથી પાક ચખાડી સબક શીખવાડવામાં હતો.
સલાટવાડા વિસ્તારની  ઘટના 
સલાટવાડા વિસ્તાર માં રહેતી એક યુવતી ઘણા દિવસો થી એક અજાણ્યા યુવકની કરતૂતોના કારણે પરેશાન હતી.છેલ્લા ત્રણ દિવસ થી આ અજાણ્યા યુવક દ્વારા કોઈ ને કોઈ રીતે યુવતી નો પીછો કરવામાં આવતો હતો આટલે થી ન અટકતા યુવક કોઈ કે કોઈ બહાને તક નો લાભ ઉઠાવી યુવતી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે યુવતી એ હિંમત એકઠી કરી સમગ્ર મામલે પોતાના પરિવાર ને જાણ કરાતા યુવતી ના ભાઇ દ્વારા અજાણ્યા યુવક ની વોચ ગોઠવવા માં આવી હતી.
યુવતીની છેડતી કરનાર યુવક ની ધરપકડ કરી
આજે યુવતી પોતાના ઘર પાસેથી એકલી પસાર થઈ રહી હતી દરમિયાન અચાનક અજાણ્યો યુવક ત્યાં ધસી આવ્યો હતો અને યુવતી ને કહા જાના હે ! ચલો છોડ દુ તેમ કહેતા ની સાથે જ યુવતી ના ભાઈ સહિત આસપાસ રહેતા લોકો દ્વારા આ યુવક ને દબોચી લેવામાં આવ્યો હતો.અને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો. મહત્વ નું છે કે ધોળે દિવસે એક યુવતી ની પોતાના ઘર આંગણે છેડતી થતાં મામલો ગરમાયો હતો.અને મોટી માત્રામાં લોકો એકત્રીત થઈ ગયા હતા.ત્યારે યુવતી ના ભાઇ દ્વારા સમગ્ર મામલે યુવક વિરૂદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશન માં જાણ કરવામાં આવી હતી.જેથી રાવપુરા પોલીસે ઘટના સ્થળેથી યુવતીની છેડતી કરનાર યુવક ની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
હિન્દુ સંગઠનો માં ભારે નારાજગી જોવા મળી
પોલીસ તપાસ માં આ યુવક શહેરના આજવા રોડ વિસ્તારનો રહેવાશી અને તેનું નામ અલ્તાફ હોવાનું સામે આવ્યું છે.મહત્વ નું છે કે સલાટવાડા વિસ્તારમાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી ની છેડતી કરાતા હિન્દુ સંગઠનો માં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે બજરંગ દળ દ્વારા આ વિધર્મી યુવક વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે..
ઉલ્લેખનીય છે કે આજથી બે દિવસ પૂર્વે શહેરના ગેંડા સર્કલ પાસેથી એક યુવતી રિક્ષા માં બેસીને પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે બાઈક પર સવાર ત્રણ લબરમુછીયા ઓ દ્વારા આ યુવતી ને બીભત્સ ઈશારા કરી છેડતી કરવામાં આવી હતી ત્યારે અન્નું સિંહ રાજપુત નામની આ બહાદુર યુવતી દ્વારા છેડતી કરનાર યુવકો નો પ્રતિકાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટના નો વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો.જેમ મામલે શહેર પોલીસ ની શી ટીમ દ્વારા છેડતી કરનાર બાઈક સવાર ત્રણેય યુવકો ની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×