Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાજ્યમાં હવે લગ્નમાં ગીત અને સંગીત વગાડવા માટે પણ પૈસા ચૂકવી લાઇસન્સ લેવું પડશે!

લગ્નમાં વાગતા ગીત અને સંગીત માટે પણ હવે લાઇસન્સની જરુર પડશે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે પંજાબ અને હરિયાણામાં હવે લોકોએ લગ્ન સમારોહમાં ગીત-સંગીત પર ઠુમકા લગાવવા માટે પહેલા લાઇસન્સ લેવું પડશે. બાદમાં જ તેઓ સંગીત વગાડી શકશે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે લગ્નની પાર્ટીઓમાં વગાડવામાં આવતા ફિલ્મી ગીતોને લગતી અરજી પર સુનાવણી કરતા આ મોટો આ
આ રાજ્યમાં હવે લગ્નમાં ગીત અને સંગીત વગાડવા માટે પણ પૈસા ચૂકવી લાઇસન્સ લેવું પડશે
Advertisement
લગ્નમાં વાગતા ગીત અને સંગીત માટે પણ હવે લાઇસન્સની જરુર પડશે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે પંજાબ અને હરિયાણામાં હવે લોકોએ લગ્ન સમારોહમાં ગીત-સંગીત પર ઠુમકા લગાવવા માટે પહેલા લાઇસન્સ લેવું પડશે. બાદમાં જ તેઓ સંગીત વગાડી શકશે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે લગ્નની પાર્ટીઓમાં વગાડવામાં આવતા ફિલ્મી ગીતોને લગતી અરજી પર સુનાવણી કરતા આ મોટો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હવે આયોજકોએ બેન્ક્વેટ હોલ અને મેરેજ હોલ જેવા જાહેર સ્થળોએ યોજાતા લગ્ન સમારોહમાં સંગીત બચાવવા માટે લાયસન્સ લેવું પડશે.
લાયસન્સ વિના ડાન્સ નહીં થાય
આ આદેશ પ્રમાણે લોકો ફક્ત લગ્ન જ નહીં પરંતુ કોઈપણ પ્રકારના સામાજિક કાર્યોમાં પણ લાઇસન્સ ફી ચૂકવ્યા વિના સંગીત વગાડી શકશે નહીં. આ અંગે નોવેક્સ કંપનીએ પિટિશન દાખલ કરીને કોપીરાઈટના નામે સંગીત વગાડવાની પરવાનગી આપવાના બદલામાં કોર્ટ પાસે લાયસન્સ ફીની માંગણી કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ હવે કોઈપણ હોટલ, લગ્ન સમારંભ હોલ અને અન્ય જાહેર સ્થળોએ કોઈપણ પ્રકારના કાર્યક્રમમાં સંગીત વગાડવા માટે લાયસન્સ ફી એડવાન્સમાં ચૂકવવી પડશે.
આ આદેશ ઘરમાં થતા લગ્ન પર લાગું થશે નહીં
આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કોપીરાઈટના રજીસ્ટ્રારની નોટિસને બાજુ પર રાખતા કહ્યું કે તેમનો નિર્ણય ઘરોમાં થતા લગ્નો પર લાગુ થશે નહીં. 
Tags :
Advertisement

.

×