Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નારણપુરામાં રોડ કપાતના મુદ્દે એક વર્ષ બાદ ફરી સ્થાનિકોનો વિરોધ, લોકોમાં રોષ

અમદાવાદના (Ahmedabad) નારણપુરામાં (Naranpura) રોડ કપાતના મુદ્દાને લઈ એક વર્ષ બાદ ફરી એક વખત સ્થાનિકો મ્યુનિસિપલ (AMC) વહીવટીતંત્ર અને સત્તાધીશો સામે બાંયો ચડાવી રોડ ઉપર વિરોધ સાથે ઉતરી આવ્યા છે. નારણપુરાના અલગ અલગ સ્થળોએ ભાજપ વિરોધી બેનરો લાગ્યા છે.સત્તાધીશો જવાબ આપે કે તેમને પ્રજા વ્હાલી છે કે બિલ્ડરો એવા બેનરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. નેતાઓએ વચન આપી અને લોકોને છેતર્યા હોવાથી નારણપુરાàª
નારણપુરામાં રોડ કપાતના મુદ્દે એક વર્ષ બાદ ફરી સ્થાનિકોનો વિરોધ  લોકોમાં રોષ
Advertisement
અમદાવાદના (Ahmedabad) નારણપુરામાં (Naranpura) રોડ કપાતના મુદ્દાને લઈ એક વર્ષ બાદ ફરી એક વખત સ્થાનિકો મ્યુનિસિપલ (AMC) વહીવટીતંત્ર અને સત્તાધીશો સામે બાંયો ચડાવી રોડ ઉપર વિરોધ સાથે ઉતરી આવ્યા છે. નારણપુરાના અલગ અલગ સ્થળોએ ભાજપ વિરોધી બેનરો લાગ્યા છે.
સત્તાધીશો જવાબ આપે કે તેમને પ્રજા વ્હાલી છે કે બિલ્ડરો એવા બેનરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. નેતાઓએ વચન આપી અને લોકોને છેતર્યા હોવાથી નારણપુરાના રહીશોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રની સાથે ભાજપના નેતાઓ સામે પણ ઉગ્ર રોષ જોવા મળી રહયો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં રોડ કપાત નહીં આવે એવાં વચન આપ્યા બાદ ભાજપના નેતાઓ ફરી ગયા અને 16 ફેબ્રુઆરીએ રોડ કપાત થશે, એવી માહિતી સ્થાનિક લોકોને મળતાં તેમણે બેનરો લગાવી વિરોધ કર્યો છે.
એક વર્ષ અગાઉ નારણપુરા ક્રોસીંગથી નારણપુરા ગામ સુધીના દોઢ કિલોમીટરના રોડને પહોળો કરવાના મ્યુનિ.તંત્રના નિર્ણય સામે સ્થાનિક રહીશો દ્વારા પૂર્વ ધારાસભ્ય કૌશિક પટેલ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિત ભાજપના તમામ નેતાઓ સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા બાદ ભાજપનેતાઓએ નારણપુરામાં રોડ કપાતને લઈ જે કોઈ નિર્ણય લેવામાં આવશે એ સ્થાનિક રહીશોને વિશ્વાસમા લઈને જ કરવામાં આવશે એ પ્રકારનુ નિવેદન મીડીયા સામે આપ્યુ હતુ. એક વર્ષ બાદ ફરી એકવખત નારણપુરાના રહીશોને 16 ફેબુ્આરીએ રોડ કપાત થશે એવી માહિતી મળતા લોકો ઉગ્ર વિરોધ સાથે રોડ ઉપર આવી ગયા છે.
એક વર્ષ બાદ ફરી એકવખત નારણપુરા વિસ્તારમાં રોડ કપાતનો મુદ્દો ઉપસ્થિત થતા રહીશોએ અલગ અલગ સ્થળોએ ભાજપ વિરોધી બેનર લગાવવાની સાથે સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરી હોવાનુ જાણવા મળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો તેમના નિર્ણયમાં ફેર વિચારણા નહીં કરે તો આગામી દિવસોમા રોડ કપાતના મુદ્દાને લઈ ઉગ્ર આંદોલન કરવા પણ સ્થાનિક રહીશોએ તૈયારી શરુ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×