જ્ઞાનપ્રકાશ સ્વામીની વિવાદિત ટીપ્પણી પર લોહાણા સમાજનો આક્રોશ, ગિરીશ કોટેચાએ સ્વામીની ઝાટકણી કાઢી
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપા વિશેની વિવાદિત ટીપ્પણીએ લોહાણા સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે, જેના પગલે સમાજના અગ્રણી ગિરીશ કોટેચાએ તીખી પ્રતિક્રિયા આપી છે.
Advertisement
- જ્ઞાનપ્રકાશ સ્વામીની વિવાદિત ટીપ્પણીનો મામલો
- લોહાણા સમાજના અગ્રણી ગિરીશ કોટેચાએ કરી ટીકા
- ગિરીશ કોટેચાએ જ્ઞાનપ્રકાશ સ્વામીની ઝાટકણી કાઢી
- 'જ્ઞાન સ્વામીનું નામ બદલીને અજ્ઞાન સ્વામી કરવાની જરુર'
- 'શેખચલ્લીના વિચાર આવે એવુ વ્યાસપીઠ પરથી બોલે છે'
- વડતાલ મંદિરને બદનામ કરે છે સ્વામીની વાણી: ગિરીશ કોટેચા
- માફી માત્રથી સંતોષ ન માનવો જોઈએ: ગિરીશ કોટેચા
- વ્યાસપીઠ પર ન બેસવા દેવા જોઈએ: ગિરીશ કોટેચા
- 'મંદિરની સાફ-સફાઈ કરાવવી જોઈએ આવા લોકો પાસેથી'
- 'સનાતન ધર્મ માટે કોઈએ આવુ ન બોલવું જોઈએ'
Gyan Prakash Swami controversial Statement : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપા વિશેની વિવાદિત ટીપ્પણીએ લોહાણા સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે, જેના પગલે સમાજના અગ્રણી ગિરીશ કોટેચાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જ્ઞાનપ્રકાશ સ્વામીની કડક ઝાટકણી કાઢતાં કહ્યું કે, "આવા શેખચલ્લી જેવા વિચારો વ્યાસપીઠ પરથી બોલનારનું નામ જ્ઞાન સ્વામીને બદલે અજ્ઞાન સ્વામી રાખવું જોઈએ." કોટેચાએ વધુમાં ઉમેર્યું કે, સ્વામીની આવી વાણીથી વડતાલ મંદિરની પ્રતિષ્ઠા ધૂંધળી થાય છે અને સનાતન ધર્મને નુકસાન પહોંચે છે, જે કોઈ પણ સંતોએ ન બોલવું જોઈએ. તેમણે માફીને નાકાફી ગણાવી, સૂચવ્યું કે આવા લોકોને વ્યાસપીઠ પર બેસવા દેવા ન જોઈએ અને મંદિરની સાફ-સફાઈ જેવું કામ સોંપવું જોઈએ, જેથી સમાજનો સંતોષ પુનઃસ્થાપિત થાય.
Advertisement


