Lok Sabha Elections : લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં ભરતી મેળો
Lok Sabha Elections : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો શરૂ થયો છે. જેમાં કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. તેમાં અર્જૂન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાશે. બંને નેતાઓએ ગઇકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી પણ...
Advertisement
Lok Sabha Elections : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો શરૂ થયો છે. જેમાં કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. તેમાં અર્જૂન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાશે. બંને નેતાઓએ ગઇકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું હતું આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કેસરીયો ધારણ કરશે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ખેસ પહેરાવી સ્વાગત કરશે. સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. બંને નેતાઓને ભાજપ પેટાચૂંટણી લડાવે તેવી સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બનશે.
Advertisement


