"પોલીસ પાછલા બારણેથી દારૂ મૂકી જાય છે" MLA Chaitarbhai Vasava નો લૂલો બચાવ
MLA Chaitarbhai Vasava: ગુજરાતમા હાલમાં દારુ મુદ્દે રાજકારણ ગરમાયું છે. એક તરફ દારુબંધીને લઈને કોંગ્રેસ અને AAP પાર્ટીના નેતાઓ ભાજપ પર પ્રહારો કરે છે ત્યારે બીજી તરફ AAP ના લોકો દારૂ સાથે પકડાઈ રહ્યા છે. ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ લુલો બચાવ કર્યો છે.
Advertisement
- AAP જિલ્લા પ્રમુખના ભાઈ પાસેથી દારૂ મળવાનો મામલો
- દારૂબંધીની વાત કરતા ધારાસભ્ય ચૈતર વસાવાનો (MLA Chaitarbhai Vasava) લૂલો બચાવ
- જિલ્લા પ્રમુખના ભાઈ પાસેથી દારૂ મળવા મુદ્દે MLAની પ્રતિક્રિયા
- અમે હંમેશા દારૂ અને ડ્રગ્સ મુદ્દે લડત આપતા આવ્યા: MLA
- "દારૂ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો તેની તટસ્થ તપાસ કરાશે"
- પોલીસ પાછલા બારણેથી દારૂ મૂકી જાય છે: ચૈતરભાઈ વસાવા
MLA Chaitarbhai Vasava: તાજેતરમાં AAP જિલ્લા પ્રમુખના ભાઈ પાસેથી દારુ મળ્યો હતો ત્યારે જિલ્લા પ્રમુખના ભાઈ પાસેથી દારુ મળવા મુદ્દે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અમે દારું અને ડ્રગ્સ મુદ્દે લડત આપતા આવ્યા છે. દારું ક્યાથી આવ્યો અને કેવી રીતે આવ્યો તે મુદ્દે તપાસ કરવામા આવશે. ચૈતરભાઈ વસાવાએ કહ્યું કે, પોલીસ પાછલા બારણેથી દારૂ મૂકી જાય છે, પોલીસ ખેતરમાં, મકાનમાં અને વાડીમાં દારૂ મૂકી અને ફસાવે છે તપાસ થશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
Advertisement


