Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જબલપુરની ખાનગી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 8 લોકોના મોત

મધ્યપ્રદેશની એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના દમોહ નાકા શિવનગર સ્થિત ન્યૂ લાઈફ મલ્ટિસ્પેશિયાલિટીમાં બની હતી. જબલપુર શહેરની ન્યૂ લાઈફ સ્પેસિટી હોસ્પિટલમાં આગ લાગવાને કારણે કેટલાય લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અપ્રમાણિત સૂત્રોનà
જબલપુરની ખાનગી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ  8
લોકોના મોત
Advertisement

મધ્યપ્રદેશની
એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ
ભયાનક અકસ્માતમાં
8 લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી
મળતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના દમોહ નાકા શિવનગર સ્થિત ન્યૂ
લાઈફ મલ્ટિસ્પેશિયાલિટીમાં બની હતી.
જબલપુર શહેરની ન્યૂ લાઈફ સ્પેસિટી
હોસ્પિટલમાં આગ લાગવાને કારણે કેટલાય લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અપ્રમાણિત
સૂત્રોના જણાવ્યા અનુસાર આ આગમાં ચાર દર્દીઓ જીવતા દાઝી ગયા છે. અન્ય મૃત્યુ પણ
દર્દીનું જ હોવાનું જાણવા મળે છે. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ
મેળવ્યો હતો. આગના કારણે હોસ્પિટલમાં લાંબા સમય સુધી ગભરાટનો માહોલ જોવા મળ્યો
હતો.


Advertisement

કેટલાક
પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાંથી લગભગ
7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
છે. હોસ્પિટલમાં કેટલા દર્દીઓ દાખલ થયા તેની માહિતી હજુ ઉપલબ્ધ નથી. આ હોસ્પિટલમાં
લગભગ
100
લોકોનો સ્ટાફ છે. જો કે
, કુલ મૃત્યુઆંક અંગે હજુ શંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે
મૃતકોની સંખ્યા વધી શકે છે. 
કેટલાક
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી
જ્યારે કેટલાક લોકો દમોહ નાકાથી નીકળી રહ્યા હતા અને હોસ્પિટલમાં આગ જોઈ. તે સમયે
લોકોએ ચીસો પણ સાંભળી હતી. આ પછી આ લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ
કરી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં
સુધીમાં આગ ચારે તરફ ફેલાઈ ગઈ હતી.

Advertisement

Tags :
Advertisement

.

×