નાગા સાધુઓ શિવની સેનાના ભક્તો તરીકે ઓળખાય છે
કુંભ મેળામાં શાહી સ્નાન દરમિયાન નાગા સાધુઓના યુદ્ધ કળાના પ્રદર્શન અને તેમના અનોખા વર્તનને જોઈ શકાય છે. આ નાગા સાધુઓ એ એવા વ્યક્તિઓ છે જે આદિગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત વિવિધ અખાડાઓમાં રહેતા અને હિન્દુ ધર્મના અનુયાયી હોય છે.
Advertisement
કુંભ મેળામાં શાહી સ્નાન દરમિયાન નાગા સાધુઓના યુદ્ધ કળાના પ્રદર્શન અને તેમના અનોખા વર્તનને જોઈ શકાય છે. આ નાગા સાધુઓ એ એવા વ્યક્તિઓ છે જે આદિગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત વિવિધ અખાડાઓમાં રહેતા અને હિન્દુ ધર્મના અનુયાયી હોય છે. તેઓ નગ્ન રહેતા અને પોતાના શરીર પર ધુનીની રાખ લગાવતાં હોય છે. નાગા સાધુઓ સામાન્ય જીવનથી દૂર, કડક શિસ્તમાં રહેતા હોય છે અને ખાસ કરીને તેમને શિવ અને અગ્નિના ભક્ત માનવામાં આવે છે. તેમને ગુસ્સો જલ્દી આવી જાય છે, પરંતુ તેઓ ક્યારેય કોઇને નુકસાન પહોંચાડતા નથી. યુદ્ધ કળામાં પણ તેઓ અત્યંત નીપુણતા ધરાવે છે. આજે, નાગા સાધુઓમાં પુરુષો સિવાય સ્ત્રીઓ પણ સામેલ થવા લાગ્યા છે, જેઓ નગ્ન રહેવાને બદલે ભગવા વસ્ત્રો પહેરે છે.
Advertisement


