Mahakumbh 2025 : ST નું ઓનલાઇન બુકિંગ ગણતરીના કલાકોમાં ફૂલ
પ્રયાગરાજમાં શરૂ થયેલા મહાકુંભ સ્નાન માટે ST વિભાગની વોલ્વો બસોને દોડાવાનો પ્લાનિંગ છે. ત્યારે સોમવારથી શરૂ થયેલી આ સેવાઓ માટે માત્ર બે કલાકમાં જ બસોના બુકિંગ ફૂલ થઈ ગયા હતા.
Advertisement
- મહાકુંભ માટે એસટીનું ઓનલાઇન બુકિંગ ગણતરીના કલાકોમાં ફૂલ
- આગામી 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ માટે એસટીની વોલ્વો સેવાઓ ફૂલ
- ઓનલાઇન બુકિંગના બે કલાકમાં જ મહાકુંભ માટે વોલ્વોનું બૂકિંગ ફૂલ
- સોમવારથી પ્રયાગરાજમાં કુંભ સ્નાન માટેની સેવા થઈ રહી છે શરૂ
- અમદાવાદથી દરરોજ ઉપડતી એસટીનું બુકિંગ થયું ફૂલ
- એસટી વિભાગ દ્વારા વધુ બસોની ટ્રીપ શરૂ કરવી પડે તેવી સ્થિતિ
Mahakumbh 2025 : પ્રયાગરાજમાં શરૂ થયેલા મહાકુંભ સ્નાન માટે ST વિભાગની વોલ્વો બસોને દોડાવાનો પ્લાનિંગ છે. ત્યારે સોમવારથી શરૂ થયેલી આ સેવાઓ માટે માત્ર બે કલાકમાં જ બસોના બુકિંગ ફૂલ થઈ ગયા હતા. 26 ફેબ્રુઆરી સુધી બુકિંગની તમામ સીટ ફૂલ થઈ હોવાને કારણે યાત્રીઓમાં નિરાશા જોવા મળી છે. અમદાવાદમાંથી દરરોજ ઉપડતી ST બસો પણ સંપૂર્ણ રીતે બુક થઈ ચૂકી છે. પ્રવાસીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને ST વિભાગ હવે વધારાની બસોની ટ્રીપ શરૂ કરવાની તૈયારી કરે તેની લોકો રાહ જોઇ રહ્યા છે, જેથી વધુ યાત્રીઓને મહાકુંભના પવિત્ર સ્નાન માટે જવાની તક મળી શકે.
Advertisement


