ષડયંત્રકારીઓ સનાતન ધર્મને નહીં હરાવી શકે : પ.પૂ.ચિદાનંદ સરસ્વતી
- પ્રયાગરાજ મહાકુંભથી ગુજરાત ફર્સ્ટનું મહાકવરેજ
- મહાકુંભથી મહાસંવાદમાં પરમાર્થન નિકેતન આશ્રમના પ્રમુખ સાથે સંવાદ
- પરમ પૂજ્ય ચિદાનંદ સરસ્વતી સ્વામી સાથે સંવાદ
- વિશ્વના તમામ લોકોનુ માનવુ છે કે કઇક તો છે ભારતમાં: પ.પૂ. ચિદાનંદ સરસ્વતી
Mahakumbh : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ 2025માં વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે ઉમટી રહ્યા છે, અને આ ભવ્ય ધાર્મિક મેળા વચ્ચે ગુજરાત ફર્સ્ટ દ્વારા 'મહાકુંભથી મહાકવરેજ' કરવામાં આવી રહ્યો છે. સંગમ સ્થાને ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહી છે, જ્યાં સાધુ-સંતો, મહંતો અને જાણીતી હસ્તીઓ સાથે વિશેષ સંવાદ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ પરમ પૂજ્ય ચિદાનંદ સરસ્વતી સ્વામીએ પણ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી, મહાકુંભના આદ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
મહાકુંભમાં પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ સાથે સંવાદ
ગુજરાત ફર્સ્ટના 'મહાકુંભથી મહાસંવાદ' દરમિયાન પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ પરમ પૂજ્ય ચિદાનંદ સરસ્વતી સ્વામીએ કુંભ મેળા અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, શ્રદ્ધાળુઓ માટે ઉત્તમ વ્યવસ્થા હોવા છતાં, અમુક અસામાજિક તત્વો કુંભને વિખંડિત કરવા માટે ષડયંત્ર રચી રહ્યા છે, પણ તેઓ સનાતન ધર્મને કદી હરાવી શકશે નહીં. સ્વામીએ વધુમાં ઉમેર્યું કે, આજ વિશ્વ ભારતીય સંસ્કૃતિ અને ધર્મની શક્તિને સ્વીકારી રહ્યું છે, અને મહાકુંભનું વિશાળ મંચ લોકો વચ્ચે સંવાદ અને એકતા પ્રસ્થાપિત કરવાનો શ્રેષ્ઠ ઉદાહરણ છે.


