Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતની સ્મીમેર હોસ્પિટલ અને ડાયમંડ કંપનીઓ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો

દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની પૂણ્યતિથિ તથા સ્વાતંત્ર્યસેનાનીઓની યાદમાં આજે ૨૩મી માર્ચે દેશમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્ક તથા ડાયમંડ કંપનીઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરીને ૩૦૧ યુનિટ રકત એકત્ર કરીને શહીદોને સાચી શ્રધ્ધાંજલિ અàª
સુરતની સ્મીમેર હોસ્પિટલ અને ડાયમંડ કંપનીઓ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો
Advertisement
દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની પૂણ્યતિથિ તથા સ્વાતંત્ર્યસેનાનીઓની યાદમાં આજે ૨૩મી માર્ચે દેશમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્ક તથા ડાયમંડ કંપનીઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરીને ૩૦૧ યુનિટ રકત એકત્ર કરીને શહીદોને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તમામ યુનિટ રક્ત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એનાયત કરાયું હતું. 
           
સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રક્તની માંગને પહોંચી વળવા સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી નિલમાધવ ઈમ્પેક્ષ સહિત હિર જેમ્સ, એસ એસ ડી જેમ્સ, ધનલક્ષ્મી ડાયમંડ, વર્ણી જેમ્સ, ઓમકાર ઈમ્પેક્ષ, ડેઝલ ડાયમંડ, ગોરસીયા બ્રધર્સ, લિટલ સ્ટાર હોસ્પિટલ, સવાણી હોસ્પિટલ દ્વારા દેશના વીરોને શ્રદ્ધાંજલિ આપવા વરાછા વિસ્તારની માતાવાડી નિલમાધવ ઈમ્પેક્ષ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ ભક્તિના સંગીતમય માહોલ વચ્ચે જુદી જુદી ડાયમંડ કંપનીના રત્નકલાકારો સહિત સેવાકિય વ્યક્તિઓએ પણ ઉમળકાભેર રક્તદાન કરવા આવ્યા હતા. સાથે શહિદોની સાચી શ્રદ્ધાજંલિ પાઠવવા મોટી સંખ્યામાં રિટાયર્ડ આર્મી ઓફિસર્સ અને સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળના ઓફિસર્સ સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી.
Tags :
Advertisement

.

×