Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિવસેનાના ચૂંટણી નિશાન પર રોક લગાવાઈ, કોઈ પણ જુથ નહી કરી શકે ચિન્હનો ઉપયોગ

મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેના (Shivsena) બંન્ને જુથો વચ્ચે શિવસેનાના ચિન્હ માટે ચાલી રહેલી લડાઈમાં ચૂંટણીપંચે મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણીપંચે હાલ માટે શિવસેનાના ચિહ્ન ધનુષ-બાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેથી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથમાંથી કોઈને પણ 3 નવેમ્બરે યોજાનારી અંધેરી પૂર્વ પેટાચૂંટણી માટે શિવસેના માટે આરક્ષિત 'ધનુષ અને તીર' પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહà«
શિવસેનાના ચૂંટણી નિશાન પર રોક લગાવાઈ  કોઈ પણ જુથ નહી કરી શકે ચિન્હનો ઉપયોગ
Advertisement
મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેના (Shivsena) બંન્ને જુથો વચ્ચે શિવસેનાના ચિન્હ માટે ચાલી રહેલી લડાઈમાં ચૂંટણીપંચે મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણીપંચે હાલ માટે શિવસેનાના ચિહ્ન ધનુષ-બાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેથી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથમાંથી કોઈને પણ 3 નવેમ્બરે યોજાનારી અંધેરી પૂર્વ પેટાચૂંટણી માટે શિવસેના માટે આરક્ષિત "ધનુષ અને તીર" પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સાથે જ ચૂંટણીપંચે (Election Commission) બંને જૂથોને 10 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યા સુધીમાં આયોગમાં પોતપોતાના ચૂંટણી ચિન્હો રજૂ કરવાના રહેશે. બંને પક્ષો અગ્રતાના આધારે ફ્રી ચિન્હોમાંથી તેમની પસંદગી કહી શકશે. આયોગે પોતાના આદેશમાં બંને પક્ષોને આ છૂટ આપી છે કે જો તેઓ ઈચ્છે તો બંને પોતાના નામ સાથે સેના શબ્દનો ઉપયોગ કરી શકે છે. જોકે, કમિશને પ્રાથમિકતાના ધોરણે નામ અને ફ્રી સિમ્બોલમાંથી ત્રણ વિકલ્પો પ્રાથમિકતાના આધારે આપવાના રહેશે.
પોતાના આદેશમાં ચૂંટણી પંચે કહ્યું છે કે, શિવસેના 'ધનુષ અને તીર' ચિન્હ સાથે માન્ય મહારાષ્ટ્રમાં એક માન્યતા પ્રાપ્ત રાજ્યપાર્ટી છે. શિવસેનાના બંધારણની જોગવાઈઓ અનુસાર ટોચના સ્તરે પક્ષના વડા અને રાષ્ટ્રીય કાર્યકારિણી હોય છે.
શિંદે જૂથે ચૂંટણી પંચને 3 નવેમ્બરે અંધેરી પૂર્વ બેઠકની પેટાચૂંટણી પહેલાં પ્રતીક ફાળવવા વિનંતી કરી હતી જેથી પ્રતીકનો દુરુપયોગ ન થાય. સાથે જ તેમને ધનુષ અને તીર ચૂંટણી ચિન્હ આપવાની માંગ કરી હતી. પંચ દ્વારા અંધેરી (ઇ) પેટાચૂંટણી પહેલા શિવસેનાના પ્રતીકના ઉપયોગ પર પ્રતિબંધને ઠાકરે જૂથ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. કારણ કે હવે તેણે અલગ ચિહ્ન સાથે ચૂંટણી લડવી પડશે.
ચૂંટણીપંચે બંનેને અલગ-અલગ નામ અને ચિહ્નો ફાળવશે જે ચૂંટણીપંચના અંતિમ નિર્ણય સુધી ચાલુ રહેશે. આગામી પેટાચૂંટણી દરમિયાન બંને જૂથો તે જ પક્ષના નામ અને નિશાન પર ચૂંટણી લડી શકશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના (Eknath Shinde) જૂથે ચૂંટણીપંચને પત્ર લખીને શિવસેનાના ચૂંટણી ચિન્હનો દાવો કર્યો હતો ત્યારબાદ પંચે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથને આ અંગે શનિવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું.
Tags :
Advertisement

.

×