મહારાષ્ટ્રની રાજકીય લડાઇ હવે સુપ્રીમ કોર્ટમાં, બળવાખોર ધારાસભ્યો લાઇવ સુનાવણી જોશે
મહારાષ્ટ્રની રાજકીય લડાઇ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. બળવાખોર એકનાથ શિંદેના જૂથ દ્વારા કરાયેલી 2 અરજીની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. શિંદે જૂથે ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. બળવાખોર જૂથ દ્વારા સવારે 10 વાગે એક બેઠક પણ બોલાવાઇ છે અને તેઓ સુપ્રીમ કોર્ટમાં યોજાનારી સુનાવણીનું લાઇવ પ્રસારણ પણ જોશે. તેઓ વકીલો દ્વારા અપાયેલી લીંક વડે મોટા સ્ક્રીન પર સુના
Advertisement
મહારાષ્ટ્રની રાજકીય લડાઇ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. બળવાખોર એકનાથ શિંદેના જૂથ દ્વારા કરાયેલી 2 અરજીની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
શિંદે જૂથે ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. બળવાખોર જૂથ દ્વારા સવારે 10 વાગે એક બેઠક પણ બોલાવાઇ છે અને તેઓ સુપ્રીમ કોર્ટમાં યોજાનારી સુનાવણીનું લાઇવ પ્રસારણ પણ જોશે. તેઓ વકીલો દ્વારા અપાયેલી લીંક વડે મોટા સ્ક્રીન પર સુનાવણી જોશે.
સુપ્રીમ કોર્ટમાં બે અલગ અલગ અરજી પર સુનાવણી યોજાશે. એક અરજી એકનાથ શિંદે દ્વારા કરાઇ છે જ્યારે બીજી અરજી બળવાખોર ધારાસભ્ય ભરત ગોગાવલે દ્વારા કરાઇ છે. બંને અરજીમાં ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. પહેલા 2 નોટિસને પડકારાઇ છે જેમાં 16 બળવાખોરોની સદસ્યતા રદ કરવાની પ્રક્રીયા શરુ કરાઇ છે તથા શિંદેને નેતા પદથી હટાવવા અને અજય ચૌધરીને ચીફ વ્હીપ તરીકે નિમણુંક કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને એન કે કોલ રહેશે જ્યારે ઉધ્ધવ કેમ્પ દ્વારા અભિષેક મનુ સિંઘવી અને દેવદત્ત કામત પક્ષ રજૂ કરશે. શિંદે કેમ્પનો દાવો છે કે તેમની પાસે 39 ધારાસભ્યો છે જ્યારે ઉદ્દવ પાસે માત્ર 16 ધારાસભ્યો છે. જેથી નેતા પદથી હટાવવા અને ચીફ વ્હીપ ની નિમણુંકકરવાનો અધિકાર ઉદ્ધવનો નહીં પણ એકનાથ શિંદેનો છે.
બીજી તરફ બપોરે 2 વાગ્યાની આસપાસ એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે ખાસ બેઠક યોજી કે છે તેવા પણ સમાચાર આવી રહ્યા છે.
મહારાષ્ટ્રની રાજકીય લડાઇ કોર્ટની સાથે સાથે રસ્તા પર પણ જોવા મળી રહી છે. અત્યાર સુધી ઉદ્ધવ કેમ્પના સમર્થકોનો વિરોધ જોવા મળી રહ્યો હતો પણ હવે શિંદે જૂથના સમર્થકો પણ રસ્તા પર ઉતરવાનું એલાન કરી રહ્યા છે અને તેઓ સવારે થાણેમાં એકત્ર થશે તેમ જાણવા મળે છે.


