Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉદ્ધવે એકનાથ શિંદે પર કાર્યવાહી કરી, શિવસેનાના તમામ પદો પરથી હટાવ્યા

મહારાષ્ટ્રમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો ભલે અંત આવ્યો હોય પરંતુ ડ્રામા હજુ અટક્યો નથી. એકનાથ શિંદે ભલે રાજ્યનું સીએમ પદ સંભાળ્યું હોય પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તેમની સામે મોટી કાર્યવાહી કરી છે. ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ શિવસેનાના તમામ પદો પરથી હટાવી દીધા છે. એકનાથ શિંદેના નામે પત્ર જારી કરતા ઉદ્ધવ ઠાકરેએ લખ્યું કે તાજેતરમાàª
ઉદ્ધવે એકનાથ શિંદે પર
કાર્યવાહી કરી  શિવસેનાના તમામ પદો પરથી હટાવ્યા
Advertisement

મહારાષ્ટ્રમાં લાંબા સમયથી ચાલી રહેલી
રાજકીય ઉથલપાથલનો ભલે અંત આવ્યો હોય
પરંતુ ડ્રામા
હજુ અટક્યો નથી. એકનાથ શિંદે ભલે રાજ્યનું સીએમ પદ સંભાળ્યું હોય પરંતુ ઉદ્ધવ
ઠાકરેએ તેમની સામે મોટી કાર્યવાહી કરી છે. ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પક્ષ વિરોધી
પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ શિવસેનાના તમામ પદો પરથી હટાવી દીધા છે.


Advertisement

એકનાથ શિંદેના નામે પત્ર જારી કરતા
ઉદ્ધવ ઠાકરેએ લખ્યું કે તાજેતરમાં જ જોવામાં આવ્યું છે કે તમે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં
સંડોવાયેલા જોવા મળ્યા છે. આ સાથે પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે શિવસેનાનું
સભ્યપદ છોડી દીધું છે. એટલા માટે તમારી સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉદ્ધવ ઠાકરે કહ્યું કે શિવસેનાના પક્ષ પ્રમુખ હોવાના કારણે હું આ અધિકારનો ઉપયોગ
કરીને એકનાથ શિંદેને પાર્ટીના તમામ પદો પરથી મુક્ત કરીશ.

Advertisement


એકનાથ શિંદેએ શિવસેનાના બળવાખોર
ધારાસભ્યો સાથે મળીને ઉદ્ધવ ઠાકરે સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. લગભગ
8 દિવસ સુધી ચાલેલી ઘટનાક્રમ બાદ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવું
પડ્યું હતું
, જ્યારે એકનાથ શિંદેએ ભાજપના સમર્થનથી
મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

Tags :
Advertisement

.

×