Mahashivratri 2025 Jay Somnath : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની આરતીના દર્શન
- સોમનાથ મંદિરમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો
- સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેવાનું છે
- સોમનાથ આવનાર ભક્તોને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ મળે તેવું આયોજન કરાયું
આજે મહાશિવરાત્રિ પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેવાનું છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે.
શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં દર્શને પધારતા હોય છે. ગત વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ યાત્રી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યેક મહાશિવરાત્રિની જેમ આજે પણ સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી કરવામાં આવી છે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓ માટે પાલખીયાત્રા યોજવામાં આવશે.


