Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિમા ચૌધરીને થયું બ્રેસ્ટ કેન્સર, જોઈને ઓળખવી મુશ્કેલ, કેન્સરનું દર્દ વ્યક્ત કર્યું

મહિમા ચૌધરીએ હાલમાં એક ગંભીર બીમારીને હરાવી છે. તેને બ્રેસ્ટ કેન્સર હતું જેના કારણે તેનો લૂક એ હદે બદલાઇ ગયો છે કે તેને ઓળખવી પણ મુશ્કેલ બને. તેણે અનુપમ ખેર સાથેના એક વીડિયોમાં પોતાની બીમારી અંગે ખુલાસો કર્યો છે. સાથે જ તેણે પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું છે. સાથે જ તેણે આ ઇન્ટરવ્યૂમાં એ વાતનો ખુલાસો કર્યો હતો. તેની તબિયત પહેલા કરતા ઘણી સારી છે અને તે ફિલ્મના સેટ પર પાછી ફરી છે. મહિમા
મહિમા ચૌધરીને થયું બ્રેસ્ટ કેન્સર  જોઈને ઓળખવી મુશ્કેલ  કેન્સરનું દર્દ વ્યક્ત કર્યું
Advertisement
મહિમા ચૌધરીએ હાલમાં એક ગંભીર બીમારીને હરાવી છે. તેને બ્રેસ્ટ કેન્સર હતું જેના કારણે તેનો લૂક એ હદે બદલાઇ ગયો છે કે તેને ઓળખવી પણ મુશ્કેલ બને. તેણે અનુપમ ખેર સાથેના એક વીડિયોમાં પોતાની બીમારી અંગે ખુલાસો કર્યો છે. સાથે જ તેણે પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું છે. સાથે જ તેણે આ ઇન્ટરવ્યૂમાં એ વાતનો ખુલાસો કર્યો હતો. તેની તબિયત પહેલા કરતા ઘણી સારી છે અને તે ફિલ્મના સેટ પર પાછી ફરી છે. મહિમા ચૌધરીએ અનુપમ ખેર સાથે તેના બ્રેસ્ટ કેન્સર અંગે નિખાલસતાથી વાત કરી હતી. 

રેગ્યુલર સ્ક્રીનિંગ સમયે જ શરૂઆતના તબક્કામાં જ બીમારી પકડાઇ 
અનુપમ ખેર સાથેના વિડીયોમાં મહિમાની બીમારી વિશે ખૂલીને વાત કરી હતી. અને મહિમાને રીયલ 'હીરો' પણ કહ્યી છે. મહિમાએ તેના ટ્વિટર પર આ પોસ્ટને રિટ્વિટ કરી છે. વિડીયોમાં તેનો લૂક એકદમ ડિફરન્ટ દેખાઈ રહ્યો છે. મહિમા ફિલ્મના સેટ પર પાછી ફરી છે. ખુશીની વાત એ છે કે તેને આ બીમારીની રેગ્યુલર સ્ક્રીનિંગ સમયે જ શરૂઆતના તબક્કામાં જ ખબર પડી ગઇ હતી. ડોક્ટરોએ સમયસૂચકતા વાપરીને કેન્સરના સેલ્સ કાઢી નાખ્યા છે. હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. અનુપમે લગભગ સાડા સાત મિનિટનો વિડીયો શેર કર્યો છે. મહિમા આટલા દિવસોથી વિગ પહેરીને ફોટોશૂટ કરાવી રહી છે, જેના કારણે તેના કોઈ ફોલોઅર્સને તેની આ બીમારી વિશે ખબર પડી શકી નથી.
અનુપમે નવી કરિયર માટે શુભેચ્છાઓ આપી 
અનુપમ ખેરે પોસ્ટમાં લખ્યું છે કે, મારી 525મી ફિલ્મ 'ધ સિગ્નેચર'માં મહત્વની ભૂમિકા ભજવવા માટે મેં મહિમા ચૌધરીને એક મહિના પહેલા યુએસથી ફોન કર્યો હતો. વાતચીતમાં જાણવા મળ્યું કે તેને બ્રેસ્ટ કેન્સર છે. પરંતુ જે રીતે તેણે કમબેક કર્યું છે તે કેન્સર પિડિત વિશ્વની ઘણી સ્ત્રીઓને હિંમત આપશે. તેથી તે ઇચ્છતી હતી કે હું આ બાબતને જાહેર કરું. અનુપમ ખેરે મહિમાને રિઅલ હીરો કહી છે. સાથે જ મહિમાએ લોકોને પ્રાર્થના, આશીર્વાદ, શુભેચ્છાઓ અને પ્રેમ માટે આભાર પણ માન્યો. અનુપમ ખેરે જણાવ્યું કે મહિમા સેટ પર પાછી ફરી છે. તેણે નિર્માતા અને દિગ્દર્શકોને પોતાની પ્રતિભાને તક આપવાનું પણ કહ્યું છે. મહિમાએ જણાવ્યું કે જ્યારે અનુપમ ખેરનો ફોન આવ્યો ત્યારે તે પોતાની બીમારી વિશે કહેતાં પોતાને રોકી શકી નહીં.  
અનુપમ ખેર સામે જુઠ્ઠુ ન બોલી શકી 
મહિમાએ જણાવ્યું કે જ્યારે ફોન આવ્યો ત્યારે તેને નર્સ સારવાર આપી રહી હતી. મને ખબર હતી કે તમે યુ.એસ.એમાં છો. વિદેશી નંબર પરથી ફોન આવ્યો તો મને લાગ્યું કે કંઈક અરજન્ટ હશે. એટલે મેં ફોન ઉપાડ્યો. જ્યારે તમે ફિલ્મ વિશે કહ્યું, ત્યારે મેં કહ્યું કે હું ફિલ્મ કરવા તો માંગુ છું પરંતુ તમારે રાહ જોવી પડશે. તમે કહ્યું ના. હું રાહ જોઈ શકીશ નહીં. તો તેમણે પૂછ્યું કે તમારા ઘરમાં આટલો બધો અવાજ કેમ છે? હું જૂઠું બોલી શકી નહીં કારણ કે તે સમયે મારી સારવાર ચાલતી હતી, તેથી ત્યાં નર્સો હતી. તમે મને મારી  ભૂમિકા વિશે કહી રહ્યાં હતાં. પછી રાત્રે મેં તમને મારી બીમારી વિશે બધું કહ્યું. મેં પુછ્યું કે શું  હું વિગ સાથે આવી શકું ? મહિમાએ આ વિડીયોમાં જણાવ્યું કે જ્યારે તેની ટ્રીટમેન્ટ ચાલતી હતી જેના કારણે તેના માથાના વાળ ખરી ગયા અને આ વાત વાગોળતા તે ભાવુક થઇને રડી પડી.

સ્તન કેન્સર  અંગે કેવી રીતે ખબર પડી 
અનુપમે મહિમાને પૂછ્યું કે તેમને ક્યારે ખબર પડી કે તેમને બ્રેસ્ટ કેન્સર છે? મહિમાએ જણાવ્યું કે મને કોઈ લક્ષણો હતાં. તે દર વર્ષે મેડિકલ ચેકઅપ સ્ક્રીનિંગ કરાવે છે. આ વખતે મહિમાના ડોક્ટરોએ તેને કહ્યું કે તેણે ઓન્કોલોજિસ્ટ પાસે જવું જોઈએ. જ્યારે બાયોપ્સી કરવામાં આવી ત્યારે કેન્સર છે તે વાત ખબર પડી. પછી કીમો થેરાપી પણ લેવી પડી. આ પ્રક્રિયા દરમિયાન મહિમા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને ડૉક્ટરોની સામે રડી પડી હતી. મહિમાએ જણાવ્યું કે તેણે આ વાત તેના માતા-પિતાને પણ શેર કરી ન હતી.
 જુઓ વિડીયો
Tags :
Advertisement

.

×