Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનમાં પૂર વચ્ચે ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો, 5 લોકોના મોત

પાકિસ્તાનમાં આવેલા પૂરે ચારે બાજુ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હવે મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો થયો હોવાનું સામે આવી રહ્યું છે. આતંકીઓએ બોમ્બ બ્લાસ્ટ કરીને આ ઘટનાને અંજામ આપ્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં વિસ્તારની શાંતિ સમિતિના એક સભ્ય અને બે પોલીસ અધિકારીઓ હોવાનું કહેવાય છે.કહેવામાં આવી રàª
પાકિસ્તાનમાં પૂર વચ્ચે ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો  5 લોકોના મોત
Advertisement
પાકિસ્તાનમાં આવેલા પૂરે ચારે બાજુ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હવે મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો થયો હોવાનું સામે આવી રહ્યું છે. આતંકીઓએ બોમ્બ બ્લાસ્ટ કરીને આ ઘટનાને અંજામ આપ્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં વિસ્તારની શાંતિ સમિતિના એક સભ્ય અને બે પોલીસ અધિકારીઓ હોવાનું કહેવાય છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ સ્વાત જિલ્લાના કબાલ તહસીલની શાંતિ સમિતિના સભ્ય અને ગ્રામ સંરક્ષણ પરિષદના અધ્યક્ષ ઈદ્રિસ ખાનના વાહનને નિશાન બનાવ્યું હતું. વિસ્ફોટમાં ઈદ્રીસ ખાન, તેમનો સુરક્ષા ગાર્ડ અને બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે. આ હુમલાની અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્યમંત્રી મહેમૂદ ખાને આ ઘટનાની નિંદા કરી છે. તેમણે ઘટનાનો વિગતવાર અહેવાલ પણ માંગ્યો છે. 
મહત્વનું છે કે, ગયા વર્ષે ઓગસ્ટમાં કાબુલમાંથી અમેરિકી સુરક્ષા દળોની પીછેહઠ બાદથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો, ત્યારબાદ પાકિસ્તાનમાં લક્ષ્યાંકિત હુમલાઓમાં વધારો થયો છે. આ પહેલા પણ અફઘાનિસ્તાનની સરહદ પાસેના એક શહેરમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા અને લગભગ છ લોકો ઘાયલ થયા હતા. પેશાવરમાં જ 4 માર્ચ, 2022ના રોજ મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 57 લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા. શુક્રવારની નમાજ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન હાલમાં તેના સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહ્યું છે. હાલમાં અહીંના લોકોનું પૂરના કારણે જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વળી પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, કેટલાક લોકો પૂર પીડિતોની રાહત સામગ્રીને લૂંટવા લાગ્યા છે. ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે પાકિસ્તાને પૂર રાહત સામગ્રી વિતરણકાર્યને પારદર્શી બનાવવા માટે તેના ડિઝિટાઈઝેશનનું કામ શરૂ કરી દીધું છે. 
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પૂરના કારણે મૃત્યુઆંક વધીને 1,481 થઈ ગયો છે, જ્યારે 12,748 લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવ્યું છે કે 12,418 કિલોમીટરના રસ્તાઓને નુકસાન થયું છે, જ્યારે 17 લાખથી વધુ મકાનો આંશિક અથવા સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે. વિનાશક પૂરના કારણે 9,08,137 પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે.

Tags :
Advertisement

.

×