તરબૂચની છાલમાંથી બનાવો સરસ ટેસ્ટી ખાટું-મીઠું શાક
તરબૂચને આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તમે તરબૂચનું જયુસ પીતા હશો.પણ શું તમે ક્યારેય તરબૂચનું શાક ખાધું છે? તો ચાલો આજે આપણે તરબૂચની વધેલી છાલમાંથી બનાવીએ શાક.સામગ્રી :તરબૂચ ની છાલ2 – 3 ચમચી તેલથોડી રાઈજીરુસમારેલા લીલા મરચાંસમારેલા ટામેટાથોડી હિંગમીઠું સ્વાદપ્રમાણેચમચી લાલ મરચું1 ચમચી ધાણાજીરૂ1/2 ચમચી હળદરથોડી સમારેલી કોથમીરથોડો ગોળ કે ખાંડપાણà«
Advertisement
તરબૂચને આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તમે તરબૂચનું જયુસ પીતા હશો.પણ શું તમે ક્યારેય તરબૂચનું શાક ખાધું છે? તો ચાલો આજે આપણે તરબૂચની વધેલી છાલમાંથી બનાવીએ શાક.
સામગ્રી :
તરબૂચ ની છાલ
2 – 3 ચમચી તેલ
થોડી રાઈ
જીરુ
સમારેલા લીલા મરચાં
સમારેલા ટામેટા
થોડી હિંગ
મીઠું સ્વાદપ્રમાણે
ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરૂ
1/2 ચમચી હળદર
થોડી સમારેલી કોથમીર
થોડો ગોળ કે ખાંડ
પાણી જરૂર પ્રમાણે
રીત :
સૌથી પહેલા તરબૂચ ની છાલ નો લીલો ભાગ આપણે છોલી ને કાઢી નાખીશું અને પછી એને મિડિયમ સાઈઝના ટુકડામાં સમારી ને તૈયાર કરી લઈશુ હવે.કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ , જીરું , લીલા મરચાં , સમારેલા ટામેટા અને હિંગ નાખીને થોડાક સાંતળી લો.
ત્યાર બાદ તેમાં સમારેલા તરબૂચના ટુકડા નાખો અને બધા મસાલા કરી દો અને મસાલા અને ટામેટાને થોડીવાર માટે સાંતળી લો.પછી એમાં પાણી નાંખીશું અને ઢાંકીને મીડીયમ ગેસ પર ચઢવા દઇશું વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવું.શાકમાં આપણે થોડો ગોળ નાંખીશું તમારે ખાંડ નાખવી હોય તો પણ નાખી શકો અને જો ગળપણ પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો
.
થોડીવાર પછી તમે જોશો તો તરબૂચના ટુકડા સરસ ચઢી ગયા હશે એ આસાનીથી ચમચાથી દબાઈ જવા જોઈએ આ રીતે ચઢી જાય પછી તેમાં સમારેલી કોથમીર નાંખો અને સરસ રીતે મિક્સ કરીને ગેસ બંધ કરી દો ગેસ બંધ કરો ત્યારે આનો રસો આવો જાડો થયેલો હોવો જોઈએ
હવે આ શાકને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને એના ઉપર સમારેલી કોથમીર નાખીએ તો હવે તરબૂચનું શાક સર્વિંગ માટે તૈયાર છે


